અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ 79 IASની બદલી, જાણો કોને ક્યાં મળી બદલી

SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

ગુજરાતમાં અમિત શાહની મુલાકાતના થોડા જ દિવસોમાં આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત કમિશ્નરની બદલી ઉપરાંત અન્ય અધિકારીઓની બદલીઓની કેટલીક વિગતો અહીં દર્શાવાઈ છે.

– ભાવનગરના કલેક્ટર હર્ષદ કુમાર પટેલની બદલી. સેટલમેન્ટ કમિશનર અને જમીન સુધારણામાં મૂકાયા.
– સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસનની બદલી. GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકાયા.
– ગોધરાના કલેક્ટર ઉદિત અગ્રવાલની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.
– રાહત કમિશનર મનોજ કોઠારીની મધ્ય ગુજરાત વીજ કંપની લી.નાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક.

– મોરબી કલેક્ટર આર.જે. માકડિયાની બદલી. રેવન્યૂ ઇન્સ્પેકશન કમિશનર તરીકે મૂકાયા.
– રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી, રેમ્યા મોહન બન્યાં રાજકોટનાં નવા કલેક્ટર.
– આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મૂકાયા.
– સંગીતા સિંઘ (અધિક મુખ્ય સચિવ), સામાન્ય વહીવટ વિભાગમાંથી બદલી કરીને ગૃહ વિભાગમાં મૂકાયાં.
– અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર (આરોગ્ય અને પરિવાર કલ્યાણ)ની બદલી. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મૂકાયા.
– પોરબંદર કલેક્ટર એમ.એ. પંડ્યાની ગાંધીનગર ખાતે મીડ-ડે મીલ કમિશનર તરીકે બદલી.
– તાપી-વ્યારાના કલેક્ટર આર.એસ. નિનામાની બદલી ડેવલેપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી.
– ઠાસરાના આસિસ્ટન્ટ કલેક્ટર અર્પિત સાગરની વલસાડના ડીડીઓ તરીકે નિમણૂંક.
– અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનાં ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરની બદલી. ગુજરાત અર્બન ડેવલેપમેન્ટ મિશનમાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે મૂકાયા.
– મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ મંજુની બદલી. વાહનવ્યવહાર કમિશનર તરીકે મૂકાયા.
– ધોલેરા સર પ્રોજેક્ટનાં સીઇઓ જય પ્રકાશ શિવહરેની બદલી. આરોગ્ય વિભાગના કમિશનર તરીકે મૂકાયા.
– જમીન સુધારણા કમિશનર હારિત શુક્લાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે બદલી.
– સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં સચિવ ધનંજય દ્વિવેદીની બદલી. નર્મદા, જળસંપતિ અને કલ્પસર વિભાગના સચિવ તરીકે મૂકાયા.
– GADના સંગીતા સિંઘને હોમ ડિપાર્ટમેન્ટમા મૂકાયા, જે.પી. ગુપ્તાને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક અપાઇ, પૂનમચંદ પરમારને એગ્રીકલ્ચર, ફાર્મર ડિપાર્ટમેન્ટના ACS તરીકે નિમણૂક અપાઇ

– પુનમચંદ પરમાર, એડી. ચીફ સેક્રેટરી (હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર)ને એગ્રીકલ્ચર, ફાર્મર્સ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન વિભાગમાં સંજય પ્રસાદના સ્થાને મુકાયા છે.
– ઉર્જા વિકાસ નિગમ, વડોદરાના એમડી પંકજ જોશીને એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે


SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

Leave a Reply

Your email address will not be published.