PM મોદીએ માતાના આશીર્વાદ લીધા બાદ કાંસાની થાળીમાં માતા સાથે ભોજન કર્યું

SHARE WITH LOVE
 • 25
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  25
  Shares

વડાપ્રધાન તેમના જન્મદિન નિમિત્તે માતાના આશીર્વાદ લેવા માટે ગુજરાતમાં આવે છે અને આ વર્ષે પણ તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે આવશે તેવો લોકોને વિશ્વાસ હતો એટલા માટે સવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો ગાંધીનગરના વૃંદાવન બંગ્લોઝની બહાર ઉમટી પડ્યા હતા. લોકોની ભીડના કારણે વૃંદાવન બંગ્લોઝની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપી ગાંધીનગર માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. માતાની મુલાકાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ મેળવ્યા હતા અને માતાની સાથે થોડીવાર વાતચીત કરી હતી. માતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તબિયત વિશે પણ પૂછપરછ કરી હતી, ત્યારબાદ માતાની સાથે ભોજન કર્યું હતું.

માતાની સાથે ભોજન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમર્થકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને મળવા આવે તે પહેલા વૃંદાવન બંગ્લોઝની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે માતાના આશીવાદ લેતા પહેલા માં નર્મદાની પૂજા કરવા માટે કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયામાં સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા પર્યટન સ્થળની મુલાકાત લીધી હતી, ત્યારબાદ વિધિ અનુસાર માં નર્મદાની પૂજા કરીને એક સભાને સંબોધી હતી. કેવડિયાના તમામ કાર્યક્રમ પૂર્ણ કરીને તેમણે માતાના આશીર્વાદ લીધા હતા.


SHARE WITH LOVE
 • 25
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  25
  Shares

Leave a Reply

Your email address will not be published.