રાજકોટ બાદ હવે કોંગ્રેસના 22 MLA આબુરોડ નજીકના રિસોર્ટમાં સલવાયા, જાણો કયા કારણોસર કોને ફરિયાદ કરી

SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares

રાજસ્થાનમાં ગુજરાતને અડીને આવેલા સિરોહી જિલ્લામાં આબુ રોડ નજીકની સરહદ રાજકારણનું હોટસ્પોટ બની ગઈ છે. અહીં ગુજરાતના આશરે 22 ધારાસભ્યને જાંબુડી સ્થિત એક આલીશાન રિસોર્ટમાં રખાયા છે. ત્યારે મોડીસાંજે આ મામલાએ રાજકીય રંગ પકડ્યો હતો. રાજસ્થાનના સિરોહીમાં રિસોર્ટના માલિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જિલ્લા અધ્યક્ષ નારાયણ પુરોહિતના નેતૃત્વમાં ભાજપના પદાધિકારીઓએ રિસોર્ટના માલિક અને કોંગી MLA સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આબુ રોડ પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. સિરોહી ભાજપ મહામંત્રી જયસિંહ રાવે ફરિયાદ નોંધાવી છે. અગાઉ રાજકોટમાં રિસોર્ટ માલિક સામે પણ ફરિયાદ નોંધાઈ હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના 22 ધારાસભ્યોને આબુરોડ નજીક આવેલા એક આલિશાન રિસોર્ટમાં આશ્રય મામલે એક મોટા સમાચાર મળ્યા છે. સિરોહી જિલ્લા ભાજપ અધ્યક્ષ નારાયણ પુરોહિત, મહામંત્રી જયસિંહ રાવ પોલીસ સ્ટેશન પહોંચીને રિસોર્ટ માલિક સામે ફરિયાદ નોંધાવી છે. આબુરોડ તાલુકા પોલીસ મથકે મહામંત્રી જયસિંહ રાવે લેખિત ફરિયાદ આપતા હવે રાજકીય વળાંક આવ્યો છે.

રાજસ્થાનના સિરોહીમાં રિસોર્ટના માલિક સામે ડિજાસ્તર મેનેજમેન્ટ એક્ટ અને જાહેરનામુ ભંગ બદલ ફરિયાદ નોંધાવાની અરજ આપવામાં આવી છે. હવે રિસોર્ટ માલિક અને કોંગ્રેસ ધારાસભ્યો વિરૂધ્ધ ફરિયાદ થતા હાઈકમાન્ડ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, તે જોવાનું રહ્યું. ફરિયાદ બાદ આબુરોડ તાલુકા પોલીસ ASI મખનારામે તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, રવિવારે મોડી સાંજે આ મામલાએ રાજકીય રંગ પકડ્યો છે. આ મુદ્દે પુરોહિતે કહ્યું કે, કોરોનાને લઈને અમે સતર્ક છીએ, રાજસ્થાનની હોટેલો બંધ છે. આમ છતાં, કોંગ્રેસે ગુજરાતના કોંગી ધારાસભ્યોને અહીંની હોટલમાં નજરબંધ કર્યા છે. તેમની સરકારી મહેમાનનવાજી થઈ રહી છે. કોંગ્રેસનું બેવડું ચરિત્ર સામે આવી ગયું છે.

source


SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares