ત્રણ રાઉન્ડ બાદ કરજણ બેઠક પર ચિત્ર બદલાયું, કોગ્રેસને પાછળ છોડીને આગળ આવ્યા ભાજપના અક્ષય પટેલ

SHARE WITH LOVE
 • 21
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  21
  Shares

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) નું પરિણામ છે, આવામાં તમામ 8 બેઠકોમાં સૌથી વધુ ચર્ચામાં કરજણ બેઠક રહી હતી. મતદારોની રૂપિયાથી ખરીદવાથી લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવા સુધીની ઘટનાઓથી આ બેઠક વિવાદમાં રહી છે. જેના ચૂંટણીપંચે તપાસના આદેશ પણ આપ્યા હતા. વડોદરાની પોલિટેકનિક કોલેજમાં કરજણ (karjan) બેઠકની મતગણતરી ચાલુ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસમાંથી અહી કિરીટસિંહ રાણા મેદાનમાં છે, તો ભાજપે કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવાર અક્ષય પટેલની મેદાનમાં ઉતારયા હતા. શરૂઆતી ટ્રેન્ડમાં બેલેટ પેપર ની ગણતરી માં કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા આગળ ચાલી રહ્યા છે, તો ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ પાછળ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 

કરજણ બેઠક પર કોના તરફી ટ્રેન્ડ  

 • ત્રણ રાઉન્ડ બાદ કરજણ બેઠક પર ચિત્ર બદલાયું છે. ચોથા રાઉન્ડથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આગળ ચાલી રહ્યા છે. ચોથા રાઉન્ડના અંતે અભય પટેલને 11748 મત મળ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 8489 મત મળ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 3267 મતથી આગળ ચાલી રહ્યા છે.
 • પાંચ રાઉન્ડના અંતે અક્ષય પટેલને 14320 મત મળ્યા છો. તો કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 11053 મત મળ્યા છે. આમ, ભાજપ ઉમેદવાર અક્ષય પટેલ 3273 મતથી આગળ ચાલી રહ્યા છે. 
 • સવારે 8 વાગ્યાની ટકોરે કરજણ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ હતી. એક સાથે 11 ટેબલ પર 11 ઇવીએમ મશીનની ગણતરી શરૂ કરાઈ હતી. ઈવીએમની સાથે બેલેટ પેપરની પણ ગણતરી શરૂ કરાઈ હતી. બે રૂમમાં ઇવીએમ અને એક રૂમમાં બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે. 

કરજણ વિધાનસભા પેટાચૂંટણીમાં આજે મતગણતરી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ પોતાના જીતની આશા વ્યક્ત કરી હતી. તેઓએ મતગણતરી પહેલા કહ્યું હતું કે, 15000 મતથી મારી જીત થશે. કરજણના મતદારોએ ગદ્દાર અક્ષય પટેલને જાકારો આપ્યો છે. મારી જીત બાદ હું કરજણના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવીશ. 

source


SHARE WITH LOVE
 • 21
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  21
  Shares