અમદાવાદ : દાણીલીમડાનો શાફી મંઝિલ વિસ્તારને સીલ કરાયો, એક સાથે 31 કેસ મળ્યાં

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની વધી રહેલી સંખ્યાએ તંત્રને દોડતું કરી નાંખ્યું છે. દાણીલીમડાની શફી મંઝિલ વિસ્તારમાંથી એક સાથે 31 દર્દીઓ મળી આવતાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે.

રાજયમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમદાવાદમાંથી બહાર આવી રહયાં છે. શહેરના અનેક વિસ્તારો હોટસ્પોટ બની ગયાં છે. દાણીલીમડા વિસ્તારમાં આવેલાં શાફી મંજિલ વિસ્તારમાંથી જ 31 કેસ સામે આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આખા વિસ્તારને કોરોન્ટાઇન જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યો છે. લોકો ઘરોની બહાર ન નીકળે તે માટે પોલીસની સાથે એસઆરપીના જવાનોને તૈનાત કરી દેવાયાં છે. સ્થાનિક યુવાનો પણ પોલીસ અને તંત્રને મદદરૂપ બની રહયાં છે.

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •