ગુજરાતનાં આ જિલ્લામાં એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ, પડી શકે છે ધોધમાર વરસાદ.

SHARE WITH LOVE
 • 29
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  29
  Shares

રાજ્યમાં વરસાદના આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

આ સાયક્લોનિક સિસ્ટમનાં કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, ખેડા, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા,અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત 28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


SHARE WITH LOVE
 • 29
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  29
  Shares

Leave a Reply

Your email address will not be published.