શુક્રવારથી 3 દિવસ માટે સરકારની તમામ ઓનલાઈન સેવાઓ બંધ, 300થી વધુ વેબસાઈટને અસર?

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

સરકારી કામ કરવા માટે ઓનલાઈન વેબસાઈટ કે, એપ્લિકેશનનો ઉપયોગ કરતા લોકો માટે માથા સમાચાર મળી રહ્યા છે. હવે તેઓ ત્રણ દિવસ સુધી સરકારી એક પણ એપ્લિકેશન કે વેબસાઈટના માધ્યમથી કોઈ પણ કામ કરી શકશે નહીં.

એક રીપોર્ટ અનુસાર, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવલી ઓનલાઈન સેવાના કારણે ઘણા લોકો કચેરીઓના ધક્કા ખાધા વગર જ પોતાના કામ સરળતાથી કરી શકે છે. આ ઓનલાઈન સેવાઓમાં જન્મ-મરણના દાખલા, મહેસુલી નોંધ, ભરતી પરીક્ષાના ફોર્મ, રેશનકાર્ડ, વાહન લાઈસન્સ, ઈ-ટ્રેઝરી, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન જેવી ઘણી ઓનલાઈન સેવાઓનો સમાવેશ થાય છે, પરંતુ ગુજરાતના નાગરીકો આગામી 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધીના ત્રણ દિવસો સુધી એક પણ સરકારી ઓનલાઈન સેવાનો લાભ લઇ શકશે નહીં.

આ સેવાઓ બંધ થવાનું મુખ્ય કારણ એ છે કે, આ તમામ સેવાઓની 40 જેટલી એપ્લિકેશન અને 300 જેટલી વેબસાઈટના માધ્યમથી ઓપરેટ કરવામાં આવે છે. આ તમામ સેવાઓ જીસ્વાન નેટવર્ક બેઝ્ડ ડેટા સેન્ટર સાથે કનેક્ટ છે. ગાંધીનગર ડેટા સેન્ટરમાં ટોરેન્ટ પાવર દ્વારા ત્રણ દિવસ સુધી ઈલેક્ટ્રિક પેનલમાં મેન્ટેનન્સનું કામ શરૂ કરવામાં આવશે. જેથી શુક્રવારના રોજ રાત્રિના 9 વાગ્યાથી 12 ઓગસ્ટે રાતના 12 વાગ્યા સુધી જીસ્વાન નેટવર્કની સાથે સંકળાયેલી તમામ સેવા સટડાઉન કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શનિવાર અને રવિવારે જાહેર રજા હોવાના કારણે ઓનલાઈન સરકારી કામો થતા નથી, જેથી એક જ દિવસ લોકોને ઓનલાઈન સેવાનો લાભ મળશે નહીં તેવું મહેસુલ વિભાગના અધિકારીઓનું કહેવું છે.


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

Leave a Reply

Your email address will not be published.