અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોર આજે ભાજપનો ખેસ ધારણ કરશે?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અલ્પેશ ઠાકોર આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે. બપોરે બેથી ચાર વાગ્યાની વચ્ચે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે  અલ્પેશ ઠાકોર ભાજપનો કેસરિયો ધારણ કરશે અને તે સમયે OBC એકતા સમિતિના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. અલ્પેશ ઠાકોરની સાથે-સાથે ધવલસિંહ ઝાલા પણ ભાજપનો કેસરીયો ધારણ કરશે. જોકે ઘણા સમયથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે અને તેને મંત્રીપદ આપવામાં આવશે. પરંતુ અલ્પેશ ઠાકોરની મંત્રીપદ આપવામાં આવશે નહીં અને તે સામાન્ય કાર્યકર્તાની જેમ જ ભાજપમાં જોડાશે. 

ઉલ્લેખનીય છે કે, 5 જુનના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ બંનેએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ બંનેએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને હવે બંને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે.

એવી પણ માહિતી મળી રહી છે કે અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપવા માટે એક સોદાબાજી કરવામાં આવી હતી. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને ભાજપમાં લઈ જાય ત્યારે જ તેમને મંત્રીપદ આપવામાં આવશે. તેના કારણે અલ્પેશ ઠાકોરે બે મહિના અગાઉ જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની પહેલ કરી હતી, પરંતુ અલ્પેશ ઠાકોરની સાથે અન્ય કોઈ ધારાસભ્ય ન આવતા તે અટવાયો હતો અને અંતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.