પેટાચૂંટણીની હાર વચ્ચે અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, ભાજપના નેતાઓમાં ફફડાટ

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરમાં એક દિવસ પોતાના મત વિસ્તારમાં વિતાવશે. આજે ગાંધીનગર અને કલોલમાં અનેક વિકાસ કાર્યો નું લોકાર્પણ કરશે. જો કે અમિત શાહની મુલાકાત પૂર્વે સ્થાનિક ભાજપના નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

 • અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે
 • પ્રદેશ ભાજપના આગેવાનો સાથે કરી શકે છે બેઠક 
 • ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે


મુલાકાત પૂર્વે પેટાચૂંટણીની હારને લઇને પ્રદેશ નેતાઓમાં ફફડાડ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજથી જ્યારે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે હાલમાં યોજાયેલ  પેટાચૂંટણીને લઇને ગઇકાલે આવેલા પરિણામમાં મળેલી હાર બાદ સ્થાનિક નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમિત શાહ ગુજરાતમાં મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ સાથે પેટાચૂંટણીના પરિણામને લઇને ચર્ચા કરી શકે છે.

ગાંધીનગર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ

ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતેના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણમાં હાજર રહેશે. અમિત શાહ ગાંધીનગર અને કલોલ ખાતે અનેક વિકાસ કાર્યોમાં ભાગ લેશે. અમિત શાહ ગાંધીનગર કોર્પોરેશન કમાન્ડ રૂમનું લોકાર્પણ કરશે તેમજ મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. 

Source:


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

Leave a Reply

Your email address will not be published.