દક્ષિણ ગુજરાતની આ બેઠકો મહત્વની, કોંગ્રેસ-ભાજપમાં થી કોણ મારશે બાજી?

SHARE WITH LOVE
 • 25
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  25
  Shares

રાજ્યમાં લોકસભાની ચૂંટણી હવે માથા પર આવી ગઇ છે. ત્યારે બધા પક્ષો પોતપોતાની રીતે મત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠકો બારડોલી, વલસાડ અને ભરૂચ પર વિશ્લેષણ કરવામાં આવ્યુ છે.

લોકસભાની ચૂંટણીને લઈને દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠકો પર વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતની બારડોલી, વલસાડ અને ભરૂચ બેઠક પર વિશ્લેષણ કરાયુ છે. આ ત્રણેય બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્નેના ઉમેદવાર જોર લગાવી રહ્યા છે.

બારડોલી બેઠક પર પ્રભુ વસાવા-તુષાર ચૌધરી વચ્ચે મુકાબલો જોવા મળશે. ભરૂચ  બેઠક પર મનસુખભાઈ વસાવા અને છોટુભાઈ વસાવા અને વલસાડ બેઠક પર કે.સી.પટેલ – જીતું ચોધરી  વચ્ચે જંગ જામશે. આ ત્રણેય બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 30-70 ટકા જીતના ચાન્સ છે.

ભરૂચ ની લોકસભા બેઠક પર કોંગ્રેસ નબળી સ્થિતિમાં છે. આ બેઠક પર ભાજપ મજબૂતાઈ ધરાવે છે. શહેરમાં નોટબંધી, GST, શહેરી વિસ્તારોનો વિકાસ, માળખાગત સવલતો મુખ્ય મુદ્દો છે અને રોજગારી, સહિત અનેક પ્રોજેકટમાં જમીન સંપાદન સૌથી મોટો મુદ્દો છે. આ બેઠકો પર કોંગ્રેસનુ નબળું સંગઠન ભાજપની જીતનું કારણ સાબિત થઈ શકે છે.


SHARE WITH LOVE
 • 25
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  25
  Shares

Leave a Reply

Your email address will not be published.