ગુજરાત કેડરના સનદી અધિકારી અનિલ મુકીમે મુખ્ય સચિવનો કાર્યભાર સંભાળ્યો, ડો. જે. એન. સિંઘને ભાવસભર વિદાય

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

રાજ્યના ૨૯મા મુખ્ય સચિવ તરીકે મૂળ ગુજરાતના જ સનદી અધિકારી અનિલ મુકીમે શનિવારે ચાર્જ સંભાળી લીધો હતો. વહીવટી પાંખની ધૂરા સંભાળતા તેઓએ કહ્યું હતું કે, ગુજરાત વિકાસમાં મોખરે છે તેની સાથે દરેક સેક્ટરને એકસરખું પ્રતિનિધિત્વ મળે અને આર્થિક, સામાજિક-કલ્ચરલ સંતુલન સધાય તેની પર ભાર મૂકવામાં આવશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તાર એક જ સિક્કાની બે બાજુ છે તેને ધ્યાનમાં રાખતા વધુ સારી રીતે સર્વગ્રાહી ડેવલપમેન્ટ તેજ થાય તે બાબત અગ્રતા ક્રમે રહેશે.

નિવૃત થયેલા ચીફ સેક્રેટરી ડો. જે. એન. સિંઘને અધિકારી ગણ દ્વારા સારા સ્વાસ્થ્યની શુભેચ્છા સાથે ભાવસભર વિદાય આપવામાં આવી હતી.કેન્દ્ર સરકારમાં ખાણ-ખનિજ મંત્રાલયમાં સેક્રેટરીપદે અગાઉ કાર્યરત અનિલ મુકીમ સચિવાલયમાં સાંજે પહોંચ્યા હતા જ્યાં ડો. સિંઘે બુકે આપીને તેઓનું સ્વાગત કર્યું હતું. મુકીમે ઉચ્ચ અધિકારીઓ સાથે ઔપચારિક મીટિંગ યોજી હતી.

મુકીમે CSપદ સંભાળતા કહ્યું હતું કે, ગુજરાત જે ગતિથી આગેકૂચ કરી રહ્યું છે તેને વધુ ગતિથી અને તેના કરતા પણ આગળ લઇ જવાની નેમ રહેશે. રાજ્યમાં સર્વાંગી વિકાસ થાય અને વિવિધ સેક્ટરનું પણ તેમાં પ્રતિનિધિત્વ હોય તે બાબતનું વધુ ધ્યાન રાખવામાં આવશે. 

૧૯૮૫ની બેચના ગુજરાત કેડરના અધિકારી મુકીમ અમદાવાદમાં કમિશનરપદે રહી ચૂક્યા છે. તે સાથે સચિવાલયમાં પણ વિવિધ વિભાગના વડા તરીકે તેમની વહીવટી કુશળતા સાબિત કરી ચૂક્યા છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે મુકીમને ચીફ સેક્રેટરી પદે નિયુક્ત કરવા હોઇ કેન્દ્ર સરકારને ગુજરાત કેડરમાં પરત મોકલવા વિનંતી કરી હતી. 

મુકીમ મુખ્ય સચિવ બનતા તેમનાથી સિનિયર એવા ૧૯૮૪ની બેચના અરવિંદ અગ્રવાલ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ હોવાથી તેમને સચિવાલયમાંથી ખસેડવામાં આવશે. અગ્રવાલને GSFC કે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલના MD બનાવાય તેવી શક્યતા છે. GSFCના MD સુજીત ગુલાટી અને ગુજરાત આલ્કલીઝ કેમિકલના MD પ્રેમકુમાર ગેરા પણ વય નિવૃત થાય છે. જેના કારણે સચિવાલયમાં સનદી અધિકારીઓની બદલીનો દોર આવશે. અગ્રસચિવની રેન્કના અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે પણ બઢતી આપવામાં આવશે. 

ડો. જે. એન. સિંઘનો સવા ત્રણ વર્ષ મુખ્ય સચિવપદે રહેવાનો રેકોર્ડ

રાજ્યના મુખ્ય સચિવ પદે નિવૃત થયેલા ડો. જે.એન. સિંઘે ઓગસ્ટ-૨૦૧૬માં ચાર્જ સંભાળ્યો હતો. તેમને છ મહિના પૂર્વે CSપદે એક્સ્ટેન્શન અપાયા બાદ તેઓ નવેમ્બરના અંતે નિવૃત થયા હતા. ૧૯૮૩ની બેચના ડો. સિંઘના કાર્યકાળમાં વાઇબ્રન્ટ સમિટનું સફળ આયોજન, અનેક વહીવટી નિર્ણયો, કેન્દ્ર સરકાર સાથે યોગ્ય સંકલન, નર્મદા બંધનું કામકાજ સંપન્ન થવા સહિત અનેક સફળ કામ થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિગેરેએ પણ કેબિનેટની બેઠકમાં ડો. સિંઘની કામગીરીના વખાણ કર્યા હતા.


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

Leave a Reply

Your email address will not be published.