નિમણૂંક / રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા અનિલ મુકીમ, આગામી બે દિવસમાં ચાર્જ સંભાળશે

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

ગુજરાતમાં ચીફ સેક્રેટરી જે. એન. સિંહ 29મી નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે અનિલ મુકીમ નવા ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે. આગામી બે દિવસમાં ચીફ સેક્રેટરીનો ચાર્જ સંભાળશે.

જે.એન.સિંઘ29 નવેમ્બરે થઈ રહ્યાં છે સેવાનિવૃત
અનિલ મુકીમ હાલમાં ખાણ-ખનીજ વિભાગના સચિવ છે
અનિલ મુકીમ 1985 બેંચના IAS અધિકારી છે

કોણ છે અનિલ મુકીમ

અનિલ મુકીમ ખાણ-ખનીજ વિભાગના સચિવ છે. અનિલ મુકીમ 1985 બેંચના IAS અધિકારી છે. માર્ચ 2018માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા હતા. અનિલ મુકીમ ભાજપ હાઇકમાન્ડની ગુડબુકમાં સ્થાન ધરાવે છે.

મુકીમની વહીવટી તંત્ર પર મજબૂત પકડ

મુકીમ વહીવટી તંત્ર પર મજબૂત પકડ ધરાવે છે. મુકીમની ગણતરી ઇમાનદાર અધિકારીઓમાં થાય છે. મુકીમ ગુજરાતમાં સામાન્ય વહીવટી વિભાગમાં સેવા આપી ચૂક્યા છે.
નાણાં અને મહેસુલ વિભાગમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

અમદાવાદના મનપાના કમિશનર તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા

અનિલ મુકીમ અમદાવાદથી સારી રીતે પરીચીત છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે. અમદાવાદની સાથે સાથે ગુજરાત ઉપર પમ તેમની સારી પકડ છે.

ચીફ સેક્રેટરી જે એન સિંહ આવતીકાલે ચાર્જ છોડશે

ચીફ સેક્રેટરી જે એન સિંઘઆવતીકાલે ચાર્જ છોડશે. એક્સટેન્સનનો સમયગાળો પુરો થતાં ચાર્જ છોડશે. નિવૃત્તિ બાદ 6 મહિનાનું સિંહને એક્સટેન્સન અપાયું હતું.


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

Leave a Reply

Your email address will not be published.