અશ્વિનભાઈ કોટવાલ ખેડબ્રહ્મા ધારાસભ્ય સાચાં આદિવાસી અધિકાર બચાવો આંદોલનને સમર્થન

SHARE WITH LOVE
 • 1.2K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.2K
  Shares

શ્રી અશ્વિનભાઈ કોટવાળ ખેડબ્રહ્મા ધારાસભ્ય આજે સાચાં આદિવાસી અધિકાર બચાવો સમિતિ દ્વારા આંદોલન સ્થળે… ગાંધીનગર.

અનુસુચિત જન જાતિના ખોટા પ્રમાણપત્ર ધરાવનારને પોલીસ કોન્સ્ટેબલમાં નિમણુક ન આપવા અને તેઓની સામે પોલીસ કેસ દાખલ કરવા બાબતે ખેડબ્રમ્હા ના ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલે (Ashwin Kotwal MLA Khedbramha) ગુજરાત ના માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી (Vijay rupani ji ) ને તેમજ માં. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા (Ganpat shinh vasava)ને પત્ર લખ્યો છે.

તેમને તેમના પત્ર માં જણાવ્યું છે કે ગીર, બરડા, આલેખ ના જંગલના નેસ વિસ્તારો માં રહેતા રબારી, ભરવાડ, અને ચારણ જાતિના માત્ર ૪૮૦ કુટુંબોનેજ ૧૯૫૫ ની એસ.ટી/એસ.સી આયોગની ભલામણ ના આધારે ૧૯૫૬ ના પ્રેસીડેન્સીઅલ ઓર્ડરથી અનુસુચિત જનજાતિ ના ગણનામાં આવેલ છે. એ સીઈવાય કોયપણ વ્યક્તિને આ લાભ મળવા પાત્ર નથી.

ગીર, બરડા, આલેચ સિવાયના રબારી,ભરવાડ, અને ચારણ જાતિને તારીખ ૦૧/૦૪/૧૯૭૮ ના ઠરાવથી સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગમાં  (બક્ષીપંચ) સમાવેશ કરેલ છે.

નામદાર સર્વોચ અદાલત માધુરી પાટીલના કેસ એ અન્ય ચુકાદાને સ્વીકાર કરી રાજ્યસરકારે ખોટા પત્રની ચકાસણી કમીટી કમિશ્નર શ્રી, આદિઅતિ વિકાસ હસ્તક રચેલ, જે કાર્ય રાત છે. (માંધુરી પાટીલ ના કેશનો ચુકાદો ૧૯૯૪) કમિટીએ જે ખોટા અનુસુચિતના પ્રમાણપત્ર ધરાવે તેઓ ના નામની પોલીસ કોન્સ્ટેબલ માં નિમણુક માટે ભલામણો કરેલ નથી.

ગુજરાત  માલધારી સમાજને અનુસુચિત જનજાતિના લોકોનએ અન્યાય કર્યો છે તે રીતે મીડિયામાં આવેલ છે. તેમજ સરકાર માં પણ રજૂઆત કરેલ છે. તે તદ્દન ખોટું છે. સત્યથી વેગલુ છે. ગેરબધારણીય છે.

આમ આ ઉપરોક્ત વિગતો ધ્યાને લઇ ખોટા પ્રમાણ પત્ર રદ કરવા અને ખોટા જાતિના પ્રમાણ પત્ર ધરાવનાર સામે સ્ક્રુટીની કમિટી પોલીસ કેસ કરવાની કાર્યવાહી કરવા પણ ગુજરાત ના માનનીય મુખ્ય મંત્રી શ્રી ને વિનંતી કરેલ છે.


SHARE WITH LOVE
 • 1.2K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.2K
  Shares