કાશ્મીરની જેમ આસામ પણ સળગી રહ્યું છે : માર્કંડેય કાત્જુ

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

માર્કંડેય કાત્જૂએ નાગરિકતા સુધારણા બિલ અંગે મોદી સરકારની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જૂએ નાગરિકતા સુધારણા બિલ અંગે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. માર્કંડેય કાત્જૂએ જણાવ્યું છે કે, કાશ્મીરની જેમ આસામ પણ સળગી રહ્યું છે.

માર્કંડેય કાત્જૂએ બુધવારે ટ્વીટ કર્યું હતું કે, આસામ પણ કાશ્મીરની જેમ સળગી રહ્યું છે. દેશમાં આગ લાગી છે અને આ આધુનિક ‘નીરો’ અજાણ છે. હનુમાનજી એ તો માત્ર લંકાને સળગાવી હતી પરંતુ આ આધુનિક હનુમાનજીએ તો સમગ્ર ભારતમાં આગ લગાવી છે.

આસામમાં નાગરિકતા સુધારણા બિલના વિરોધ પ્રદર્શન બાદ રાજ્યમાં મોબાઈલ ઈન્ટરેનટ સેવાઓ પર રોક લગાવવા મામલે માર્કંડેય કાત્જૂએ જણાવ્યું હતું કે, પહેલા કાશ્મીરમાં હવે આસામમાં. હવે ભારતના વધુ કયા રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. નાગરિકતા સુધારણા બિલ બુધવારે રાજ્યસભામાં 125 વિરુદ્ધ 105 મતથી પસાર થઇ ગયું હતું.


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares