સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગૌશાળાની જમીનમાં કોમર્શિયલ ટેન્ટસિટી તોડવાના કલેકટરના હૂકમથી દોડધામ?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દેશ અને વિદેશ થી મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવે છે અને સરકાર દ્વારા પ્રવાસીઓ ની સુવિધા માટે અનેક પ્રોજેક્ટો પણ લાવવા આવી રહ્યા છે. પરંતુ નર્મદા જિલ્લા તંત્ર દ્વારા જ એક ખાનગી સંસ્થા દ્વારા બનાવવામાં આવતું ટેન્ટ સીટી ને દેવાની નોટિસ આપતા નર્મદા જિલ્લાના થઈ રહેલ વિકાસના આડે જ તંત્ર આવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓના રાત્રી રોકાણ માટે કચ્છ યાત્રા નામની સંસ્થાએ ગરુડેશ્વર પાસે યુનિટી ટેન્ટસિટી શરૂ કરી હતી.

જેમાં 30 જેટલા ટેન્ટ બનાવવા માં આવ્યા હતા. જેને  તોડી પાડવા જિલ્લા કલેકટરનો હુકમ કરતા સંચાલકો માં દોડ ધામ મચી હતી.ગરુડેશ્વર ગામ પાસે રોડ પર આવેલ  સ્વામિનારાયણ  સંસ્થા કેવડિયાએ ગૌશાળા માટે આ જમીન વર્ષો પહેલા લીધી હતી. જેમાં આ યુનિટી ટેન્ટ સીટી  બનાવવા માં આવી હતી. હજુ શરૂઆત થાય એ પહેલાં જ આ ટેન્ટ સીટી તોડી પાડવાનો હુકમ જિલ્લા કલેકટરે કરતા. મામલતદાર ગરુડેશ્વર ની ટીમ જેસીબી મશીન લઈને તોડવા પહોંચી ગઈ હતી. જેથી ટેન્ટસિટી ના સંચલોકે જિલ્લાકલેકટર ને રજુઆત કરતા 48 કલાક માં જાતે ખસેડી લેવાની મહોલત આપી છે. નહીતો જેસીબી થી તોડવામાં આવશે.ગૌશાળાની જમીન માં કોમર્શિયલ ટેન્ટ બનાવી ધંધો કરવાના હોય શરત ભંગ બાબતની નોટિસ 1 મહિના પહેલા આપવામાં આવી હતી.

છતાં કોઈ કાર્યવાહી ન કરતા હાલ ૪૮ કલાક માં ટેન્ટસિટી સ્વૈચ્છિક હટાવી દેવા તંત્ર એ આપી મુદત આપી છે.જોકે આ બાબતે સંચકોએ રોષ ઠાલવ્યો હતો કે અમે વાઇબ્રન્ટ માં mou કર્યા, પ્રવાસન વિભાગે સ્થાનિક તંત્ર ને બનતી મદદ કરવા સૂચના લેખિત માં આપી અને જે પત્ર બાબતે સંચાલકોએ મંજૂરી માંગી.હવે આવા હેરાન પરેશાન કરે તો અહીંયા કોણ રોકાણ કરશે. કહી સ્થાનીક તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.