આમોદના અનોર ગામે પરણિત સ્ત્રીની સાડી ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ કરતા એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ

SHARE WITH LOVE
 • 27
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  27
  Shares

આમોદના અનોર ગામે પરણિત સ્ત્રીની સાડી ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ કરતા એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ.

આમોદ તાલુકાના અનોર ગામે ગતરોજ સાંજના સમયે ખેતરમાં કામ કરતી એક પરણિત સ્ત્રીની આબરૂ લેવાનો ગામના જ યુવાને પ્રયાસ કરતા આમોદ પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ તથા મારમારીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.જેની તપાસ ભરૂચ એસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના અનોર ગામે રહેતા દક્ષાબેન સુતરીયા તેમના પરિવાર તેમજ બે બાળકો સાથે અનોર ગામે રહી ખેતીકામ કરે છે.ગતરોજ સાંજના સમયે દક્ષાબેન તથા તેમના પતિ હસમુખ પ્રભાત સુતરીયા તેમના ટીબીયા વગામાં આવેલા તુવેરના ખેતરમાં દવા છાંટવા માટે ગયા હતા.ત્યારે હસમુખભાઈ તુવેરમાં દવા છાંટવા માટે પંપમાં દવા ભરતા હતા તે વખતે દક્ષાબેન ખેતરની નજીક આવેલા મુકેશ ભીમસંગ સોલંકીના કુવા ઉપર સ્ટીલનું બેડું લઈને પાણી ભરવા માટે ગયા હતા.તે વખતે અચાનક ગામમાં જ રહેતો કિરણ છગન પાટણવાડીયા (ઠાકોર) આવી દક્ષાબેનને બળજબરી કરી બંને હાથ પકડી લઈ ખેતરમાં ખેંચી જતો હતો જેથી દક્ષાબેને ના પાડતા તેણે ગાલ ઉપર તમાચા મારી દઈ સાડી ખેંચી કાઢી હતી.ત્યાર બાદ તેમના પતિને બૂમ પાડતા તેમના પતિ હસમુખભાઈ તથા તેમના કુટુંબી જેઠ રમણ પરમાર દોડી આવ્યા હતા.જેથી કિરણ પાટણવાડીયા (ઠાકોર) ત્યાંથી બીભત્સ ગાળો બોલી ભાગી ગયો હતો.
ત્યાર બાદ દક્ષાબેન તથા તેમના પતિ હસમુખભાઈ તથા કુટુંબી જેઠ રમણભાઈ  ભેગા મળી કિરણ પાટણવાડીયા (ઠાકોર) ઘરે તેણે કરેલી કરતૂત વિશે કહેવા જતા તેના પરિવારજનોએ બધાને ગાળો બોલી આજ પછી અમને ક્યાંય તમે દેખાશો તો જીવતા નહીં રહેવા દઉં જેવી ધમકી આપી હતી.જેથી દક્ષાબેન સુતરિયાએ તેમના પતિ તથા જેઠ સાથે આમોદ પોલીસ મથકે આવી કિરણ પાટણવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

source


SHARE WITH LOVE
 • 27
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  27
  Shares