અયોધ્યાની વિવાદીત જમીન રામલલાને અપાઈ, મુસ્લિમ પક્ષને અન્ય સ્થળે 5 એકર જમીન અપાશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ચુકાદાની મહત્વની વાતો

 • વિવાદિત ભૂમિ પર રામમંદિરનું નિર્માણ થશે. 
 • વિવાદિત જમીનનો ભાગ નહીં કરવામાં આવેઃ સુપ્રીમ કોર્ટ
 • વિવાદિત જમીન રામલલાને મળશે:SC
 • હિંદુઓને શરતોને આધીન મળશે જમીનઃ સુપ્રીમ કોર્ટ
 • 3 મહિનામાં અન્ય જગ્યાએ મુસ્લિમ પક્ષને 5 એકર જમીન અપાશેઃ સુપ્રીમ કોર્ટ
 • સુન્ની બોર્ડને વૈકલ્પિક જમીન આપવી જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
 • કેન્દ્ર સરકાર 3 મહિનામાં યોજના બનાવેઃ SC
 • જમીનના 3 ટુકડા કરવાનો હાઈકોર્ટનો તર્ક યોગ્ય નહીંઃ SC
 • ટ્રસ્ટ મંદિર નિર્માણ માટે નિયમો બનાવેઃ SC

મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન અપાશેઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન આપવામાં આવશે. એટલે કે કોર્ટે મુસ્લિમોને અન્ય જગ્યાએ જમીન આપવાના આદેશ આપ્યા છે. 

અલાહાબાદ કોર્ટે જમીનના ત્રણ ટુકડા પાડ્યા તે તાર્કિક નથી, વિવાદિત હિસ્સાની વહેંચણી નહીં થાય.

જમીન પર દાવો સાબિત કરવામાં મુસ્લિમ પક્ષ નિષ્ફળ
કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.

આસ્થાના આધારે માલિકી હક નહીં – કોર્ટ

કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આસ્થાના આધારે જમીનનો માલિકી હક આપી શકાય નહીં. કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવશે.

મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નહીં

કોર્ટે ASI રિપોર્ટના આધારે પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નથી.

અયોધ્યા કેસમાં શિયા વક્ફ બોર્ડની અરજી નામંજૂર કરવામાં આવી છે. આ સાથે જ નિર્મોહી અખાડાની અરજી નામંજૂર કરવામાં આવી છે. 

1949માં રાખવામાં આવી હતી મૂર્તિઓ
અયોધ્યા પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિર્ણય વાંચી રહ્યા છે. આ સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે 1949માં મૂર્તિઓ રાખવામાં આવી હતી.

CJI રંજન ગોગોઈ પહોંચ્યા SC
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. થોડી વાર બાદ રંજન ગોગોઈ કોર્ટ રૂમ પહોંચશે. જ્યાં 10.30ના સમયે અયોધ્યા કેસની સુનાવણી કરવામાં આવશે.

CJI કોર્ટની બહાર વકીલોની ભીડ
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની કોર્ટની બહાર વકીલોની ભીડ જોવા મળી રહી છે. દરેક વકીલો ચીફ જસ્ટિસના કોર્ટમાં પહોંચવાની રાહ જોઈ રહ્યા છે. તેમના પહોંચ્યા બાદ દેશને સૌથી મોટા અને જૂના કેસનો નિર્ણય આપવામાં આવશે. 

કોર્ટ પહોંચ્યા તુષાર મહેતા
અયોધ્યા કેસ પર નિર્ણયનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે વકીલો કોર્ટમાં આવી ચૂક્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યા છે. 

અયોધ્યા કેસના ચુકાદાને લઈને રાજસ્થાન સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાનની તમામ શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે, આ સાથે જ ભરતપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી. ભરતપુરમાં આવતી કાલે સવારે 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરાયું છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ગેહલોત સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં રોજ ચાલેલી સુનાવણીનો 16 ઓક્ટોબરે અંત આવ્યો હતો. આ કેસનો ચુકાદો 4 નવેમ્બર થી 15 નવેમ્બરની વચ્ચે આવવાની સંભાવના વ્યકત કરાઈ હતી. જો કે, તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ શનિવારે રામ જન્મભૂમિ કેસનો ચુકાદો આવશે. આશરે 500 વર્ષથી ચાલ્યો આવતો આ વિવાદનો આજે અંત આવશે.

કોણ સંભળાવશે ચુકાદો ?

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય વાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એસ.અબ્દુલ નઝીરની-સભ્યોની બેંચ શનિવારે સવારે સાડા દસ વાગ્યે ચુકાદો આપશે.

યુપીમાં જડબેસલાક સુરક્ષા, ખુદ જજ ગોગાઈ એ લીધી મુલાકાત

સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગાઈ ઉત્તરપ્રદેશના અધિકારીઓને મળીને આજે ઉત્તરપ્રદેશમાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા કરવા માટે જાણ કરી હતી. આજે 1992માં થયેલી બાબરીધ્વંસ કેસનો ચુકાદો આવવાનો છે. ત્યારે ચુકાદો અયોધ્યા મંદિર તરફી કે બાબરી મસ્જિદ તરફી આવે તો સંવેદનશીલ વિસ્તારોમાં તોફાનો થવાની શક્યતાને પગલે યુપીમાં જડબેસલાક કાનુની વ્યવસ્થા કરવામાં આવી છે. 

સંવેદનશીલ વિસ્તારમાં તંત્ર દ્વારા તૈનાત સુરક્ષા વ્યવસ્થા

રામમંદિરનો ચુકાદાને ધ્યાને લઇને ગુજરાતમાં ગોધરા, અમદાવાદ, વડોદરા, મહેસાણા, સહિતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાનો પૂરે પુરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

તમામ રાજ્યોને સુરક્ષા એડવાઇઝરી 

ગૃહ મંત્રાલયથી જોડાયેલ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના ચુકાદાને ધ્યાને રાખતા ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એડવાઇઝરી મોકલી છે. તમામ રાજ્યોના ચુકાદાને લઇને અલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વધારે સુરક્ષા માટે ગૃહ મંત્રાલયે અર્ધ સૈનિક દળોની 40 કંપનીઓ મોકવી છે. આ 40 કંપનીઓમાં 4000 પૈરા મિલિટ્રી ફોર્સના જવાનો પણ સામેલ છે.

ઉત્તર પ્રદેશમાં 9 થી 11 નવેમ્બર શાળા, કોલેજ રહેશે બંધ

રામ જન્મભૂમિ વિવાદનો ચુકાદો સુપ્રીમ કોર્ટ શનિવારે આવવાનો છે ત્યારે સુરક્ષાના કારણોને ધ્યાને રાખીને આગામી 9 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી શાળા, કોલેજ, શૈક્ષણિક સંકુલ બંધ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. 
 

અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી કલમ 144 લાગૂ, સુરક્ષાને લઈને લેવાયો નિર્ણય

અયોધ્યા કેસની સુનાવણી અંતિમ તબક્કે પહોંચી ત્યારથી જિલ્લામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 13 ઓક્ટોબરથી કલમ 144 લાગુ થઈ છે જે 10 ડિસેમ્બર સુધી રહેશે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે શાંતિ અને વ્યવસ્થા જાળવવા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.