‘કિસ’ વાળો બાબા પોતે તો મર્યો પરંતુ કેટલાંયને આપતો ગયો કોરોના

SHARE WITH LOVE
 • 36
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  36
  Shares

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં ઝાડૂ-ફૂંક મારનાર એક બાબાનું કોરોનાથી મોત થયું છે. હાથ ચૂમીને સારવાર કરનાર બાબા પોતે તો કોરોનાથી મરી ગયો અને 23 લોકોને ચેપ લગાડતો ગયો. ત્યારબાદ રતલામ હડકંપ મચી ગયો છે. બાબાની ખ્યાતિ માત્ર રતલામ શહેરમાં જ નહોતી પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ તેમની પાસે અંધશ્રદ્ધાના ચક્કરમાં સારવાર કરાવા લોકો આવતા હતા. બાબા હાથ ચમૂની મોટી-મોટી બીમારીઓને દૂર કરવાનો દાવો કરતો હતો.

આ વિસ્તારમાં અસલમ બાબા તરીકે ઓળખ હતી. અસલમનું અસલી નામ અનવર શાહ છે. રતલામના નયાપુરા વિસ્તારમાં છેલ્લાં 15 વર્ષથી પોતાના પરિવારની સાથે રહેતો હતો. અસલમ અહીં રહી ઝાડું-ફૂંકનું કામ કરતા હતા. સીધા-સાદા લોકો તેના ચક્કરમાં ફસાઇને તેની પાસે સારવાર કરાવા આવતા હતા. અસલમ બીમારી દૂર કરવાના નામ પર લોકોની પાસેથી મોટી રકમ પણ લેતો હતો. કોરોના મહામારીની વચ્ચે પણ તેને બીમાર લોકોને સ્વસ્થ કર્યાનો દાવો કર્યો હતો.

4 જૂનના રોજ મોત

અસલમ બાબાનું 4 જૂનના રોજ મોત થયું. ત્યારબાદ જિલ્લાના અધિકારીઓમાં હડકંપ મચી ગયો. મોત બાદ સ્વાસ્થ્ય વિભાગને ખબર પડી કે આ ઝાડુ-ફૂંકવાનું પણ કામ કરતો હતો. ત્યારબાદ બાબાના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ શરૂ કરી. અત્યાર સુધીમાં બાબાના 23 ભકત કોરોનાથી સંક્રમિત છે. જેમાં 7 તેના પરિવારના લોકો છે. મોટાભાગના લોકો ડરના લીધે સામે આવી રહ્યા નથી.

29 બાબાઓને ઉપાડી લીધા

અસલમ બાબાનું કોરોનાથી મોત થયા બાદ રતલામ શહેરમાં હડકંપ મચી ગયો છે. એવામાં પ્રશાસને આનનફાનનમાં બીજા 29 બાબાઓને ઉઠાવી ક્વારેન્ટાઇન કર્યા છે. આ બાબાઓ શહેરમાં ઝાડું-ફૂંકવાનું કામ કરતા હતા. ક્વારેન્ટાઇન દરમ્યાન જેમાં બીમારીની લક્ષણ દેખાયા તેમનો કોરોના ટેસ્ટ કરાવાશે.

source


SHARE WITH LOVE
 • 36
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  36
  Shares