બનાસકાંઠા/ગાડી પલટી તો દારુ તો મળ્યો જ પણ પિસ્તોલ – કારતુસ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બનાસકાંઠાનાં મોરવાડા નજીક એક ગાડી પલટી ખાઇ ગઇ. ગાડી પલટતા ગાડીમાં બેઠેલા શખ્સો એટલે કે ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો, કદાચ ડરી ગયો કે ભાંડો ફૂટ્યો આતો. કારણે કે ગાડીમાં દારુ ભરેલો હતો…નહીં દારુની રેલમ છેલમ કે સ્થાનીકો દારુ લૂંંટીને લઇ ગયે તેવુ કશું જ નથી બન્યું, પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી એટલે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ગાડીને તપાસી.

ગાડીને તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી કારણે કે, ગાડીમાંથી 1240 દારૂની બોટલ મળી આવી, આટલું ઓછું હોય તેવી રીતે ગાડીમાંથી પોલીસે 1 પિસ્તોલ અને 3 જીવતા કારતુસ પણ કબજે કર્યા. ઘટના મામલે પોલીસ દ્વારા દારુની હેરાફેરી અને આર્મસ એકટ નીચે ગુનો દોખત કરી તપાસ કરવામાં આવી રહી છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કિસ્સામાંથી સામે આવી રહ્યું છે કે, દારુનાં બુટલેગરો અને ફેરીયાઓ કે ખેપીયાઓને હળવાશથી લેવા જેવુ બીલકુલ નથી. પોલીસની બીક તો આ લોકોને પહેલા પણ નહોતી અને આ કિસ્સામાં જે રીતે ગાડીમાંથી પિસ્તોલ અને કારતુસ મળી આવ્યા છે તે પછી કહી શકાય કે બુટલેગરો પોતાના ઉપર ભીસ ઉંભી થાય તો પોતાની પાસે જ હથીયાર હોય તેમાથી પોલીસ પર કે કોઇની પણ પર ફાયરીંગ કરી શકે છે. 

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •