બારડોલી: પ્રભુ વસાવા ને આદિવાસી સમાજે ફીણ પાડી દીધું

SHARE WITH LOVE
 • 179
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  179
  Shares

આદિવાસી સમાજ હવે જાગી ગયો છે અને પોતાના સમાજના નેતા પાસે જવાબ માગી રહ્યો છે, પ્રભુ વસાવા પાસે જવાબ માંગતા પ્રભુ વસાવા નું ફીણ નીકળી ગયું હતું.

જમીન સંપાદન મામલે ગામ લોકોએ પ્રભુ વસાવા ને સવાલ કરતા મામલો ગરમાયો, ચૂંટણીપ્રચાર માટે વ્યારા તાલુકાના ગામે પહોંચેલા પ્રભુ વસાવા ને જમીન સંપાદન મામલે લોકોએ લબડ-ધક્કે લેતા પ્રભુ વસાવા ને જવાબ આપતા ફીણ નીકળી ગયા હતા.

લખાલી ગામે જીલ્લા મહામંત્રી રાજેન્દ્રસિંહ અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સાથે લખાલી ગામે ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા સંસદ ના ઉમેદવાર પ્રભુ વસાવાનું પહોંચતાની સાથે જ ગામના લોકોએ જમીન સંપાદન મામલે સવાલ કરવાનું શરૂ કરી દીધું હતું.

જમીન સંપાદન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી હોવાની ફરિયાદ કરતાં લોકોએ તેમના ખેતરમાં ખુટા પણ મરાઈ ગયા હોવાની રજૂઆત કરવા ઉપરાંત ડિસેમ્બર 2018ના સરકારી પરીપત્રો ની કોપી પણ તેમની સમક્ષ રજૂ કરી હતી.

તમારી જમીન કોઈ નહીં લે તેવી રજૂઆત કરતાં પ્રભુ વસાવા ની વાત કોઈ ના મગજ માં ઊતરી ન હતી આખરે તમે આ મામલે ચીફ એન્જિનિયર રજૂઆત ની ખાતરી આપી હતી. તેમજ ઉમેર્યું હતું કે જ્યાં સુધી ગામના 75% ખેડૂતોની સંમતિ ન મળે ત્યાં સુધી કોઇ જમીન સંપાદન નહીં કરાય એટલે તમે આવી કામગીરીની ચિંતા કરતા નહીં.

આ વિગત પ્રમાણે મહામંત્રી રાજેન્દ્ર કુમાર સહિત ભાજપના અગ્રણીઓએ લોકોને સમજાવવા પ્રયત્ન કર્યા હતા, જે નિષ્ફળ ગયા હતા.

લોકો એ પાંચ વર્ષ દરમ્યાન ક્યારેય પ્રભુ વસાવા તેમના ગામમાં પગ પણ મૂક્યો ન હોવાની ફરિયાદ પણ કરી હતી જેના જવાબમાં પ્રભુ વસાવા પોતે માત્ર એક વખત લખાવી ગામની મુલાકાત કરી હતી.

અલબત આ વિવાદ વચ્ચે પ્રભુ વસવા પોતે સાંસદ છે અને ચૂંટણી પછી પણ પોતે જ સાંસદ રહેવાના છે એવી પણ રજૂઆત કરી પોતે જ જાણે પોતાના ચૂંટાઈ ગયા હોઈ ને લોકો સમક્ષ જાહેરાત કરી નાખી હતી.


SHARE WITH LOVE
 • 179
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  179
  Shares

Leave a Reply

Your email address will not be published.