બારડોલી : કોગ્રેસ,ભાજપ કે બીટીપી નું પલડું ભારે ?

SHARE WITH LOVE
 • 816
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  816
  Shares

બારડોલી:

બારડોલી લોકસભા પરથી ૨૦૧૯ મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.

કોગ્રેસ: તુષાર ચોધરી 

ભાજપા: પ્રભુ વસાવા

બીટીપી: ઉત્તમ વસાવા

બારડોલી મતદારક્ષેત્રમાંથી વિજેતા ૨૦૧૪ એમપી ગત વર્ષોમાં આ પ્રમાણે રહ્યા હતા.

૨૦૧૪ વસાવા પ્રભુભાઈ  વિજેતા  ભાજપ 6,22,769 53% લીડ 1,23,884

૨૦૦૯ ચૌધરી તુષારભાઈ અમરસિંહભાઇ વિજેતા  કોંગ્રેસ 3,98,430 48% લીડ 58,985

બારડોલી લોકસભા માં આવતા વિધાનસભા મતવિસ્તાર માં અત્યારે કોનું પલડું ભારી છે તે જોઈએ

માડવી ચૌધરી આનંદભાઈ મોહનભાઈ કોંગ્રેસ મળેલ મત ૯૬,૪૩૮

વ્યારા ગામિત પુનાભાઈ ધેડાભાઈ કોંગ્રેસ મળેલ મત ૯૬,૭૯૨

નિઝર સુનિલભાઈ રતનજીભાઇ ગામિત કોંગ્રેસ મળેલ મત ૧,૦૧,૧૯૯

મહુવા ધોડીયા મોહનભાઈ ધંધાભાઇ ભાજપ મળેલ મત ૮૨,૬૦૭

બારડોલી ઇશ્વરભાઈ (અનિલ) રમણભાઈ પરમાર ભાજપ મળેલ મત ૯૪,૭૭૪

કામરેજ વી.ડી. ઝા લાવાડિયા ભાજપ મળેલ મત ૧,૪૩,૩૭૧

માંગરોલ વસાવા ગણપતભાઈ વેસ્તાભાઈ ભાજપ મળેલ મત ૯૧,૧૧૪

બારડોલીમાં આ વખતે ભાજપ નું પલડું ન દેખાતા કોગ્રેસ નું પલડું ભારે છે એમ દેખાય આવે છે..

પ્રશ્ન થશે કે કઈ રીતે કોગ્રેસ નું પલડું ભારે છે તો ગણતરી આ પ્રમાણે છે, જે વિસ્તાર-પૂર્વક સમજીએ…

પરિબળ ૧ :

એમ જોતા એવું દેખાય રહ્યું છે કે ભાજપા ના મત વધારે હોય સકે પરંતુ જયારે વિસ્તૃત ગણતરી કરવામાં આવે છે ત્યારે બધું બહાર આવે છે. મોટા ભાગના આદિવાસી મતો નો દુર ઉપયોગ થય જતો હોય છે, અને આદિવાસી સમાજ ના લોકો નાની પાર્ટી ના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર ને મત આપતા હોય છે જેથી આદિવાસી મત નું મહત્વ રેહતું નથી, અને એ મત વેડફાય જાય છે.

૨૦૧૭ ના વિધાન સભામાં આવા ઘણા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા જેના કારણે આદિવાસી ના બહુ કીમતી મતોનું ધ્રુવિનીકરણ થય જતું હતું અને મત VOTE બરબાદ થતા હતા.

૨૦૧૯ ની આ લોક સભાની ચૂટણીમાં આવી રીતે આદિવાસી સમાજ ના વોટ ટુટવાની અને બગડવાની સંભાવના નથી. જન જાગૃતિના કાર્યક્રમો અને આદિવાસી સમાજ ના આગેવાનોએ પહેલેથીજ લોકોને જાગૃત કરીદીધા છે. આદિવાસી સમાજ ના મત ૨૦૧૯ માં જીતે તેવાજ ઉમેદવાર ને અને આદિવાસી ના હિત માં કામ કરી શકે તેવીજ પાર્ટીને પોતાનો કીમતી મત આપશે.

પરિબળ ૨ :

પ્રભુ વસાવા નું આદિવાસી લોકોના હિત માટે કોય કાર્ય ન કરવા, સાથે સાથે ભાજપા સરકાર ની આદિવાસી વિરોધી રહેલી વૃત્તિ જેમાં એક્રોસીટી એક્ટ ને નબળો પાડવાનો પ્રયાસ, ફોરેસ્ટ એક્ટ, વગેરે….

ગુજરાત સરકારનું આદિવાસી લોકો માટે નબળું વલણ, આદિવાસી લોકોના હિત માં કોય કાર્ય ન કરવા સાથે સાથે કોરીડોર, ભારત માળા પ્રોજેક્ટ, કેવડિયામાં અલગ અલગ રાજ્યોના ભવન, આદિવાસી લોકોની જમીન માં ચાલી રહેલા ખનનો, બિન આદિવાસી ને આપયેલા આદિવાસી ના પ્રમાણ પત્રો આ અનેક કારણો ગણી સકાય

પરિબળ ૩ :

આ વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી ચાલતી આદિવાસી જાગૃત તા માટેના કાર્યક્રમો. જેનાથી આદિવાસી સમાજ માં ઘણી જાગૃતા આવી છે. અને આદિવાસી સમાજ પોતા સમાજ માટે કામ ન કરતા નેતાઓં ને ઓળખી રહ્યો છે.


SHARE WITH LOVE
 • 816
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  816
  Shares

Leave a Reply

Your email address will not be published.