બારડોલી બેઠક પર તુષાર ચૌધરી અને ભાજપના પરભુ વસાવા વચ્ચે જંગ ખેલાશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બારડોલી બેઠક માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી ડૉ. તુષાર ચૌધરી પર કોંગ્રેસે ફરી એક વાર દાવ અજમાવ્યો છે. ગત લોકસભામાં પરભુ વસાવા સામે હારનો સામનો કર્યા બાદ તેમણે મહુવા વિધાનસભા બેઠક પર પણ પછડાટ ખાધી હતી. જો કે તેમ છતાં કોંગ્રેસ દ્વારા તેમની પસંદગી કરવામાં આવતા તેઓ ભાજપાને કેવી ટક્કર આપે છે તે જોવું રહ્યું. 

સુરત જિલ્લાની બારડોલી બેઠક પર ભાજપાએ ફરી એક વખત પરભુ વસાવાને રિપીટ કર્યા હતા. જો કે કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ હતી. તુષાર ચૌધરી, અજય ગામિત અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ દાવેદારી કરતાં કોંગ્રેસમાં કોને ટિકિટ આપવી તે અંગે મોવડીમંડળે લાંબી ચર્ચા વિચારણા કરી હતી. અંતે ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે એટલકે ગુરુવારે મોડી સાંજે તુષાર ચૌધરીને ફરી એક વખત ચૂંટણી લડવા માટે પસંદ કર્યા છે. તુષાર ચૌધરી વ્યારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ બે ટર્મ કોંગ્રેસની યુપીએ સરકારમાં સાંસદ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ કેન્દ્રમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી અને માર્ગ પરિવહન રાજ્ય મંત્રી પણ રહી ચૂક્યા હોય તેમના અનુભવને ધ્યાને રાખી કોંગ્રેસે ફરી વખત પરભુ વસાવાને ટક્કર આપવા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના આદિવાસી નેતાઓમાં એક એવા તુષાર ચૌધરી તેમના ગૃહ જિલ્લા તાપીમાં મજબૂત ગણાય છે. પરંતુ સુરત જિલ્લો તેમના માટે મોટો પડકાર રૂપ છે. બારડોલી બેઠક સુરત અને તાપી બંને જિલ્લામાં વહેંચાયેલી હોય તુષાર ચૌધરી બંને જિલ્લામાં પકડ જમાવવી પડશે. તાપીની બંને વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો કબ્જો છે જ્યારે સુરત જિલ્લાની માંડવીને બાદ કરતાં તમામ બેઠકો ભાજપાના હાથમાં હોય સુરત જિલ્લાની લીડ કવર કરવી કોંગ્રેસ માટે મુશ્કેલી જનક સાબિત થશે. જો કે હાલ સુરત જિલ્લા ભાજપામાં ચાલી રહેલા જુથવાદનો લાભ લેવામાં કોંગ્રેસ કેટલી સફળ થાય તે આવનાર દિવસોમાં જ ખબર પડશે. તુષાર ચૌધરીને ટિકિટ મળવાની જાહેરાત થતાં જ તેમના સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઇ વહેંચી હતી અને કોંગ્રેસ ઝિંદાબાદના નારા લગાવી પ્રચાર અભિયાનમાં જોડાય જવા અપીલ કરાય હતી. 


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.