બારડોલી બારડોલી બેઠક પર પ્રભુનું પ્રભુત્વ જળવાયું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભાજપ દ્વારા શનિવારે રાત્રે જાહેર થયેલી 48 લોકસભા બેઠકના ઉમેદવારોની યાદીમાં બારડોલી બેઠક પર પરભુ વસાવાનું નામ જાહેર થતા જ બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારનું જૂથ ગેલમાં આવી ગયું છે. બીજી તરફ સુમુલ ડેરીના ઉપપ્રમુખ રિતેશ વસાવાને ટીકીટ અપાવવા ભારે ધમપછાડા કરનાર ગણપત વસાવા જૂથને પછડાટ ખાવી પડી હતી. સિનિયર મંત્રી પર જુનિયર મંત્રીનું જૂથ હાવી રહ્યું હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. 

બારડોલી લોકસભા બેઠક પર ગત 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના તુષાર ચૌધરીને માત આપવા ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય પરભુ વસાવા કેસરિયો પહેરાવી રાતોરાત ટીકીટ આપી દીધી હતી. ભાજપને તેમાં સફળતા મળતા પરભુ વસાવાનો લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત પ્રાપ્ત કરી હતી. દરમ્યાન 2019ની ચૂંટણીમાં પરભુ વસાવા સામે અનેક પડકારો ઉભા થયા હતાં. જેને કારણે ભાજપ પરભુ વસાવને રિપીટ કરશે કે કેમ તે અંગે અનેક અટકળો પ્રવર્તી રહી હતી. સામે પક્ષે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવા તેમના ભત્રીજા રિતેશ વસાવાને ટીકીટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા તેમની સાથે જિલ્લા સંગઠન સહિત પ્રદેશના કેટલાક હોદ્દેદારોની ટીમ પણ રિતેશને ટીકીટ મળે તે માટે હાઈકમાનમાં રજૂઆતોનો દોર ચાલુ રાખ્યો હતો. જ્યારે પરભુ વસાવાને ટીકીટ મળે તે માટે જિલ્લાના અન્ય એક કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર અને તેમના જૂથે પ્રયાસો કર્યા હતા. બે જૂથ વચ્ચે ચાલતી ગજાગ્રહ ભરી સ્થિતિ આ ટિકિટની લડાઈમાં ખુલ્લી પડી ગઈ હતી. એક જ જિલ્લાના બે મંત્રીઓ વચ્ચે બારડોલી બેઠક પર ટીકીટનો મુદ્દો પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી. આ બધા વચ્ચે ભાજપ હાઇકમાન્ડ દ્વારા શનિવારે રાત્રે જાહેર કરવામાં આવેલ 48 લોકસભા બેઠકની યાદીમાં બારડોલી બેઠક પર પરભુ વસાવાના નામની જાહેરાત થતા ઈશ્વર પરમારનું જૂથમાં ખુશીની લહેર ફેલાય ગઈ હતી. ઈશ્વર પરમાર જૂથ હાવી રહેતા ગણપત વસાવા જૂથમાં સોપો પડી જવા પામ્યો હતો.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.