બારડોલી: સાંસદ સભ્ય શ્રી પ્રભુ વસાવા એ પ્રર્થામિક શાળા ચાલુ રાખવા શિક્ષણ મંત્રી ને લખ્યો પત્ર

SHARE WITH LOVE
 • 210
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  210
  Shares

બારડોલી: સાંસદ સભ્ય શ્રી પ્રભુ વસાવા એ પ્રર્થામિક શાળા બંધ ન કરવા શિક્ષણ મંત્રી ને લખ્યો પત્ર લખ્યો છે.

પત્ર માં બારડોલી સાંસદ શ્રી પ્રભુ વસવા એ જણાવ્યું છે કે “ગામડામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી શહેરી વિસ્તારની શાળાઓની સરખામણીમાં ગામડાની શાળામાં વિદ્યાર્થી ની શંખીયા ઓછીજ જોવા મળશે”

સાથોસાથ તેમને આ પત્ર માં શાળા ચાલુ રાખવા માટે ઘણા મહત્વના મુદ્દા પર શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્ર ચુડાસામા તેમજ શ્રીમતી વિભાવરી બેન દવે નું ધ્યાન દોર્યું છે.

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી ઓછી સંખ્યા તેમજ ઉચ્ચ પ્રાથમિકમાં માત્ર ધોરણ.૬ અથવા ધો.૬ અને ૭ જ ચાલતુ હોય તેવી ૫,૨૨૩ સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવાની શિક્ષણ વિભાગે તજવીજ હાથ ધરી છે. જેના સરવે માટે પ્રાથમિક નિયામક કચેરીએ એક પરિપત્ર જારી કર્યો છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં સ્કૂલો મર્જ થતાં પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોનું મહેકમ ઘટશે તેમજ અંદાજે ૧૦ હજારથી વધુ શિક્ષકો ફાજલ પડશે. જેના કારણે આગામી સમયમાં શિક્ષકોની ભરતી પર બ્રેક લાગવાનો નિષ્ણાંતો મત રજૂ કરી રહ્યાં છે.

માહિતી અધિકાર કાયદામાં સામે આવેલી વિગતો પ્રમાણે, રાજ્યની પ્રાથમિક શાળામા શિક્ષકોની ધોરણ.૧થી ૫માં ૨,૪૦૮ તથા ધોરણ.૬થી ૮માં ૬,૬૭૮ એમ કુલ ૯,૦૮૭ જગ્યાઓ ખાલી પડી છે. જેની સામે હવે ૫,૨૨૩ સ્કૂલોનેજો મર્જ કરવામાં આવશે તો આ ખાલી પડેલી જગ્યા પર આ સ્કૂલોના ફાજલ પડતા શિક્ષકોને સમાવવા પડશે. જેની સંખ્યા અંદાજે ૧૦ હજારથી વધુ હોવાનુ સુત્રો જણાવી રહ્યાં છે. જેથી હાલમાં શિક્ષકોની જે ખાલી જગ્યાઓ પડી છે તે ભરાઈ જતા આગામી બે-ત્રણ વર્ષ સુધી એટલે કે, જ્યાં સુધી શિક્ષકો નિવૃત ના થાય ત્યાં સુધી નવી ભરતીની શક્યતાઓ નહિવત જણાય છે.

આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે, અમારી પાસે જે ડેટા છે તેના આધારે આ યાદી તૈયાર કરી છે પરંતુ આ બાબતમાં એ ખ્યાલ રાખવામાં આવશે કે, કોઈ સ્કૂલમાં માત્ર પાંચ બાળકો પણ અભ્યાસ કરતા હશે અને અન્ય સ્કૂલમાં ભણવા જવામાં બાળકને તકલીફ સર્જાતી હશે તો તેવી સ્કૂલોને યથાવત્ ચાલુ જ રાખવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ સરવે પૂર્ણ થયા બાદ સ્કૂલો મર્જ કરવી કે નહીં તે સરકાર નિર્ણય કરશે. નિયામકે કચેરીએ પરિપત્રમાં એવી સૂચના આપી છે કે, સંબધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પોતાના તાલુકાના લિસ્ટમાં દર્શાવેલ તમામ શાળાઓની જાતે જ મુલાકાત લેવાની રહેશે ત્યાર બાદ જો વર્ગ કે શાળા બંધ કરવાની થતી હોય તો તે વિદ્યાર્થીઓને સૌથી નજીકની કઈ શાળામાં વ્યવસ્થા પૂરી પાડી શકાય તેમ છે તેનું નામ લખવાનું રહેશે. બાદ વિદ્યાર્થીને હિતને લગતા દરેક પાસા વિચારીને જ શાળામાં સમાવેશ કરવાનો રહેશે.

સ્કૂલો મર્જ થતાં કેવી રીતે મહેકમ ઘટશે ? 

પ્રાથમિક સ્કૂલમાં જ્યાં ધોરણ.૧થી ૮માં ૧૦૦ કરતાં ઓછી સંખ્યા હોય ત્યાં ધોરણ.૧થી ૫માં ૨ શિક્ષક અને ધોરણ.૬થી ૮માં ૩ શિક્ષક એમ કુલ ૫ શિક્ષકનું મહેકમ મળવાપાત્ર હોય છે. જે સ્કૂલોની યાદી તૈયાર કરવામા આવી છે તેમાં ૧૦૦ કરતાં ઓછી સંખ્યા ધરાવતી સ્કૂલોની સંખ્યા ૫,૧૭૨ થાય છે એટલે કે, પાંચ શિક્ષકોના મહેકમ પ્રમાણે આ સ્કૂલોના શિક્ષકોની સંખ્યા ૨૫,૮૬૦ થવા પામે છે. પરંતુ સુત્રોના જણાવ્યાં પ્રમાણે ઘણી સ્કૂલોમાં બે અથવા ત્રણ જેટલા શિક્ષકો કાર્યરત હોવાથી નિષ્ણાતો એવો અંદાજ લગાવી રહ્યાં છે કે, જો આટલી સ્કૂલો મર્જ થશે તો ૧૦ હજાર કરતાં વધુ શિક્ષકો ફાજલ પડશે.

કુલ ચાર કેટેગરીમાં સ્કૂલોનું વિભાજન  

માત્ર ધોરણ.૬ જ ચાલતુ હોય તેવી સ્કૂલ                        ૨૭

૨૦થી ઓછા વિદ્યાર્થી સાથે ધો.૬-૭ ચાલતુ હોય         ૦૭

ધો.૬થી ૮માં ૨૫થી ઓછા વિદ્યાર્થી હોય                 ૧૭

પ્રાથમિક શાળાની કુલ સંખ્યા ૧૦૦થી ઓછી હોય                ૫,૧૭૨

મર્જ કરવાની થતી કુલ શાળાની સંખ્યા                  ૫,૨૨૩


SHARE WITH LOVE
 • 210
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  210
  Shares

Leave a Reply

Your email address will not be published.