ભારત બંધઃ ગુજરાતમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ,અનંત પટેલ, પરેશ ધાનાણી સહિત દિગ્ગજ નેતાઓની કરાઇ અટકાયત

SHARE WITH LOVE
 • 53
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  53
  Shares

કેન્દ્રના નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોના આ ભારત બંધને વિપક્ષો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે પોલીસ દ્વારા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત પક્ષના દિગ્ગજ નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

દાંતાના MLA કાંતિ ખરાડીની પોલીસે કરી અટકાયત
પોલીસે વાસંદાના MLA અનંત પટેલની કરી અટકાયત
કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજી દેસાઈની અટકાયત

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે અને આ જ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના નેતાઓ બહાર નીકળી રહ્યા છે. જ્યારે બીજી તરફ પોલીસે પણ બંધ કરાવવા માટે નીકળેલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી.

દાંતાના જ્યાં ધારાસભ્ય કાંતિ ખરાડી ઈકબાલગઢ હાઈ-વે બ્લોક કરવા નિકળ્યા હતા. જોકે બાદમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી. આવી જ રીતે નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યકર્તા સાથે બંધ કરાવવા નીકળ્યા હતા, જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી.

જ્યારે બીજી તરફ થરાદમાં ભારત બંધના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અટકાયત કરવામાં આવી હતી. આ તરફ કોંગ્રેસ સેવા દળ અધ્યક્ષ લાલજી દેસાઈની પણ અટકાયત કરવામાં આવી હતી.

વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે બોલાચાલી

અમરેલી ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા મામલો ગરમાયો જોવા મળ્યો. પરેશ ધાનાણી દ્વારા બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા બોલાચાલી થયેલી જોવા મળી.

ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

ભારત બંધના એલાનને લઇને ગાંધીનગર ખાતે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે તેમના ઘર બહારથી જ ધારાસભ્ય સી. જે. ચાવડા, ગ્યાસુદ્દીન શેખની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા કમલા ચાવડાને નજરકેદ કરવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત

પાટલ જિલ્લામાં પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓની મોડી રાત્રે અને વહેલી સવારે અટકાયત કરી લેવામાં આવી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઘરે થી જ અટકાયત કરાઇ. જિલ્લામાં પાટણ, હારીજ, રાધનપુર, સાંતલપુ, વારાહી, સિદ્ધપુરમાં કેટલાક નેતા અને કાર્યકર્તાઓને ઘરમાં જ નજરકેદ કરાયા છે.

source


SHARE WITH LOVE
 • 53
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  53
  Shares