ભરૂચ:લોકસભા સંસદીય મત વિભાગમાં મતગણતરી ૧૪ ટેબલો પર હાથ ધરાશે

SHARE WITH LOVE
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares

૨૨-ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી તા.૨૩ મી મે-૨૦૧૯ નાં રોજ શ્રી કે.જે.પોલીટેકનીક કોલેજ ભરૂચ ખાતે યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં મતગણતરી અંગે જાણકારી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન હાથ ધરાયું હતું.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિકુમાર અરોરાએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયેલ છે. શ્રી કે.જે.પોલીટેકનિક – ભરૂચ ખાતે યોજાનારી મતગણતરીમાં ૨૨-ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં આવેલાં ૧૪૭ – કરજણ, ૧૪૯-ડેડીયાપાડા, ૧૫૦-જંબુસર, ૧૫૧-વાગરા, ૧૫૨-ઝઘડીયા, ૧૫૩-ભરૂચ, ૧૫૪-અંકલેશ્વર મળી કુલ – ૭ વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ – અલગ ૧૪ ટેબલો પર મતગણતરી હાથ ધરાશે. જેમાં એક ટેબલ દીઠ ૧-માઇક્રોઓબ્ઝર્વર, ૧-કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૧-આસીસટન્ટ સુપરવાઇઝર રહેશે. કુલ – ૭ વિધાનસભા મળી ૯૮ ટેબલ પર એકી સાથે મતગણતરી હાથ ધરાશે. ૧૫૩-ભરૂચ ખાતે ચાર ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે.

૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં ૧૪૭-કરજણમાં ૨૪૬ મતદાન મથકોમાં ૧૮ રાઉન્ડ, ૧૪૯-ડેડીયાપાડામાં ૩૧૪ મતદાન મથકોમાં ૨૩ રાઉન્ડ, ૧૫૦ -જંબુસરમાં ૨૭૯ મતદાન મથકોમાં ૨૦ રાઉન્ડ, ૧૫૧-વાગરામાં ૨૪૮ મતદાન મથકોમાં ૧૮ રાઉન્ડ, ૧૫૨-ઝઘડીયામાં ૩૨૧ મતદાન મથકોમાં ૨૩ રાઉન્ડ, ૧૫૩-ભરૂચમાં ૨૫૨ મતદાન મથકોમાં ૧૮ રાઉન્ડ, ૧૫૪-અંકલેશ્વરમાં ૨૫૬ મતદાન મથકોમાં ૧૯ રાઉન્ડ મળી કુલ-૧૯૧૬ મતદાન મથકોમાં ૧૩૯ રાઉન્ડ મતગણતરી થશે.

સવારે ૦૮:૦૦ કલાકથી પોસ્ટલ બેલેટ અને ઇવીએમની મતગણતરી કરવામાં આવશે. લોકસભા બેઠકમાં આવતી સાતેય વિધાનસભામાં એકસાથે મતગણતરી હાથ ધરાશે. સાતેય વિધાનસભા બેઠક મળી ૪૫૦ જેટલો સ્ટાફ મતગણતરીમાં જાતરાશે. મતગણતરી સી.સી.ટીવી અને એચડીઆઇપી કેમેરાની નજર હેઠળ હાથ ધરાશે.

ભારતના ચૂંટણીપંચની સુચના મુજબ દરેક વિધાનસભા દિઠ પાંચ મતદાન મથકની વીવીપેટ સ્લીપની મતગણતરી હાથ ધરાશે. જેમાં સ્થળ પર ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવારની હાજરીમાં આવેલ મતદાન મથકના વીવીપેટ સ્લીપની મતગણતરી થશે. વીવીપેટ સ્લીપની ગણતરી એક પુરૂ થયા બાદ જ બીજા મતદાન મથકની ગણતરી હાથ ધરાશે. જે ઇવીએમની મતગણતરી પુરી થયા બાદ જ હાથ ધરાશે. ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં થયેલ મતદાનમાં ૧૧૪૫૩૫૬ મતદારોનું ઇવીએમ મતદાન, ૪૯૧૯ પોસ્ટલ બેલેટ, ૧૯૫ સર્વિસ વોટર્સ મતદાનની મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીપંચ તરફથી મળતી સુચના મુજબ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે જેમાં સહયોગ આપવા કલેક્ટરે મિડીયાકર્મીઓ પાસે અપેક્ષા સેવી હતી.

આ પત્રકાર પરિષદમાં નાયબ ચૂંટણી અધિકારી ચૌહાણ, નાયબ માહિતી નિયામક એન.વી.પટેલ, ચૂંટણીતંત્ર સાથં સંકળાયેલાં અધિકારીઓ/કર્મચારી અને પ્રિન્ટ – ઇલેકટ્રોનિક મીડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


SHARE WITH LOVE
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares

Leave a Reply

Your email address will not be published.