ભરૂચ : ભાજપ, કોંગ્રેસ કે બીટીપી નું પલડું ભારે ?

SHARE WITH LOVE
 • 529
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  529
  Shares

ભરૂચ ની લોકસભા ની આ સીટ પર ખરે ખરો ત્રિપાંખિયા જંગ ખેલાશે. ભરૂચ લોક સભા એક રસાકસી વાળી સીટ બની ગઈ છે.

ભરૂચ મતદારક્ષેત્રમાંથી વિજેતા એમપી ગત વર્ષોમાં આ પ્રમાણે રહ્યા હતા.

2014 મનસુખભાઈ  વસાવા  ભાજપ વિજેતા 5,45,902 53% લીડ  1,53,000

2009 મનસુખભાઈ  વસાવા  વિજેતા ભાજપ 3,11,019 47% લીડ 27,232

ભરૂચ  લોકસભા માં આવતા વિધાનસભા મતવિસ્તાર માં અત્યારે કોનું પલડું ભારી છે તે જોઈએ

કરજન અક્ષય કુમાર ઇશ્વરભાઇ પટેલ કોંગ્રેસ મળેલ મત ૭૪૦૮૭

વાગરા અરુણસિંહ અજિતસિંહ રાણા બીજેપી મળેલ મત ૫૧૪૭૪

અંકલેશ્વર ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ બીજેપી મળેલ મત ૪૪૮૦૮

ભરૂચ પટેલ દુષ્યભાઈ રજનીકાંત બીજેપી મળેલ મત ૯૯૬૯૯

જંબુસર સંજયભાઈ જેસંગભાઈ સોલંકી કોંગ્રેસ મળેલ મત ૭૩૨૧૬

ઝગડિયા વાસવા છોટુભાઇ અમરસિંહ બી.ટી.પી. મળેલ મત ૧૧૩૮૫૪

ડેડીયાપાડા વાસવા મહેશભાઈ છોટુભાઇ બીટીપી મળેલ મત ૮૩૦૨૬

ભરૂચ  માં આ વખતે ભાજપ નું પલડું ભારે હોય એમ  દેખાય રહ્યું છે, સાથે સાથે ભાજપા,બીટીપી, વચ્ચે ખરે ખરો જંગ ખેલાશે .

પ્રશ્ન થશે કે કઈ રીતે ભાજપ નું પલડું ભારે છે ? તો ગણતરી આ પ્રમાણે છે, જે વિસ્તાર પૂર્વક સમજીએ…

પરિબળ :

ભરૂચ લોકસભાની બેઠક પર ભાજપના મનસુખ વસાવા ની સામે ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી)ના છોટુ વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ભૂતકાળનો અનુભવ છેકે , ત્રિપાંખિયા જંગમાં ભાજપને  ફાયદો થતો હોય છે. આદિવાસીઓ અને મુસ્લિમોના મતનું વિભાજન થશે. બીજી તરફ ભરૂચ, અંકલેશ્વરના શહેરી મતદારોનો એક વર્ગ મોટા ભાગે ભાજપ તરફી જ મતદાન કરતો હોય છે. જો કે, મુસ્લિમોના પોકેટ ઉપર કોંગ્રેસને મોટો આધાર છે.

૨૦૧૯ ની આ લોક સભાની ચૂટણીમાં આદિવાસી સમાજ ના વોટ તુટવાની  સંભાવના નથી. જન જાગૃતિના કાર્યક્રમો અને આદિવાસી સમાજ ના આગેવાનોએ પહેલેથીજ લોકોને જાગૃત કરીદીધા છે. આદિવાસી સમાજ ના મત ૨૦૧૯ માં જીતે તેવાજ ઉમેદવાર ને અને આદિવાસી ના હિત માં કામ કરી સકે તેવીજ પાર્ટીને પોતાનો કીમતી મત આપશે.

પરિબળ :

મનસુખ વસાવા નું આદિવાસી લોકો અને સ્થાનિક લોકોના હિત માટે ઘણા કાર્ય કર્યા છે, સાથે સાથે ભાજપા સરકાર ની  ભરૂચ વિસ્તાર માં થયેલી કામગીરી જેમ કે નર્મદા કેબલ બ્રીજ, ભાડભૂત બેરેજ યોજના, રો રો ફેરી, સ્ટેચ્યુ ઓંફ યુનિટી, મોટા રસ્તા જેમકે રાજપીપળા – અંકલેશ્વર હાઇવે  વગેરે…., સાથે સાથે આદિવાસી સમાજ ના ઘણા લોકો ગુજરાત સરકારની આદિવાસી વિરોધી વૃતિ ના કારણે ભાજપથી નારાજ પણ છે જેમકે ઝગડિયા તાલુકામાં ચાલી રહેલ આદિવાસી લોકોની જમીન માં થતા ખનન, કંપની ઓમાં સ્થાનિક લોકો માટે રોજગારી નો પ્રશ્ન, શિક્ષણ માં બેદરકારી, કેવડિયામાં વિવિધ રાજ્યો ના ભવન, જેવા ઘણા પ્રશ્નો છે જેના કારણે  આદિવાસી લોકો માં ભાજપા માટે રોસ છે, જેનો સીધો ફાયદો છોટુભાઈ વસાવા અને બીટીપી ને થશે.

કોગ્રેસ દ્વારા છોટુ વસાવા પર આકરા પ્રહારો થય રહ્યા છે, કોગ્રેસ નું કેવું છે કે …  “ છોટુ વસાવા વરસોથી ઝગડિયામાં માં જીતતા આવ્યા છે પણ એમને કસું કર્યું નથી, છોટુ વસાવા ની આંખો સામેજ ઘણા આદિવાસી ને નુકસાની થય રહી છે વગેરે..

છોટુભાઈ વસાવા આદિવાસી સમાજ ના મસીહા છે તેવું આદિવાસી સમાજ ના લોકોનું કેવું છે. સાથે સાથે આદિવાસી સમાજ ના લોકો કહે છે કે છોટુભાઈ વસાવા ના કારણેજ આદિવાસી સમાજ સચવાય રહ્યો છે, અને સુરક્ષિત છે.

કોગ્રેસ ના ઉમેદવાર શેરખાન પઠાણ ના પિતા સકુર પઠાણ નો ગુનાહિત ઈતિહાસ રહેલ છે, અને તેમના પર આદિવાસી સમાજ ના લોકોની હત્યા ના પણ આરોપ છે, આદિવાસી સમાજ પર અત્યાચાર નું વલણ ધરાવે છે. આવી પરિસ્થિતિમાં આદિવાસી સમાજ ના લોકો કોગ્રેસ ના ઉમેદવાર ને સ્વીકારશે નહિ અને કોગ્રેસ ને મત આપશે નહિ તેવી વાતો પણ ચાલી રહી છે

પરિબળ :

ગુજરાત સરકારનું આદિવાસી લોકો માટે નબળું વલણ, આદિવાસી લોકોના હિત માં કોય કાર્ય ન કરવા સાથે સાથે કોરીડોર,ભારત માળા પ્રોજેક્ટ, કેવડિયામાં અલગ અલગ રાજ્યોના ભવન, આદિવાસી લોકોની જમીન માં ચાલી રહેલા ખનનો, બિન આદિવાસી ને આપયેલા આદિવાસી ના પ્રમાણ પત્રો આ અનેક કારણો ગણી સકાય. આ બધા કારણો ને લઇ ને આદિવાસી સમાજ ના લોકો ગુજરાત સરકાર થી નારાજ છે.


SHARE WITH LOVE
 • 529
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  529
  Shares

Leave a Reply

Your email address will not be published.