ભરૂચ: છોટુભાઈ વસાવા આદિવાસી અને મુસ્લિમ સમાજ માં હોટફેવરીટ

SHARE WITH LOVE
 • 878
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  878
  Shares

છોટુભાઈ વસાવા અને એમની પાર્ટી આદિવાસી અને મુસ્લિમ બિરાદરોના દિલ જીતવામાં સફળ થય રહી છે

મુસ્લિમ મતોનો નક્કી કરશે ભાજપ સામે કાંટે કી ટક્કર કોણ આપશે .

ભરૂચ લોકસભાની ચૂંટણીના બીજા ચરણમાં મતદાનને આડે હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે સૌથી વધુ અને નિર્ણાયક સાબિત થઈ શકે તેવા આદિવાસી અને મુસ્લિમ મતદારોમાં વિભાજન થવાના સમીકરણો દેખાઈ રહ્યા છે

ભરૂચ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારોમાં ભાગલા પડવાની દહેશતને પગલે કોંગ્રેસમાં ચિંતાનું વાતાવરણ દેખાઇ રહ્યું છે

ત્યાં BTP એ  મહદઅંશે આદિવાસી અને મુસ્લિમ મતદારો માં સેંધ પાડી ભાજપ સામે મજબૂત ટક્કર આપવાની રણનીતિ બનાવી દીધી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીયો જંગ ખેલાઇ રહ્યો છે પ્રચાર-પ્રસારની ની રસધાર ના વાતાવરણ વચ્ચે રાજકીય પક્ષે પોતાની પરંપરાગત વોટબેન્કને જાણાવવાની કોશિશમાં ભાગી ગયા છે આ સંજોગોમાં BTP ના કારણે કોંગ્રેસને પરંપરાગત લઘુમતી વોટબેંક અને આદિવાસી પર અસર પડી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

BTP દ્વારા મુસ્લિમ સમુદાયને સાથે રાખી ભાજપને પોતે કાંટાની ટક્કર આપી શકે છે તેઓ માહોલ બની રહ્યો છે જેમાં BTP સફળ થતી દેખાઈ રહી છે.

કોંગ્રેસ દ્વારા આદિવાસી અને મુસ્લિમ વોટબેંક પોતાના ખિસ્સામાં હોવાના આત્મવિશ્વાસના પગલે ઉમેદવાર દ્વારા બહુમતીસમાજના મતો અંકે કરવાની કોશિશ ને ઝટકો લાગી રહ્યો છે.

બહુમતી સમાજ ના મતો લેવામાં કોંગ્રેસની પરંપરાગત વોટબેંક તેના હાથમાંથી સરકી BTP ના હાથમાં જઇ રહી હોવાના ચોંકાવનારા રિપોર્ટ કોંગ્રેસ મહુંડી મંડળની ચિંતા વધારી દીધી છે.

બીટીપી દ્વારા પોતાના પરંપરાગત આદિવાસી વોટબેંકની સાથે ભરૂચ-અંકલેશ્વર જંબુસર આમોદ વાગરા અને કરજણમાં રેલીયો અને સભાઓં કરી ઠેર ઠેર બીટીપી ની ઓફિસો શરૂકરી આદિવાસી અને મુસ્લિમ મતદારો ને પોતાના તરફ આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં છોટુભાઈ વસાવા સફળ થતા દેખાય છે.

આ સંજોગોમાં આદિવાસી અને મુસ્લિમ લઘુમતી વોટબેંકના ભાગલા પડે તો ભાજપને સીધી ટક્કર આપવા માં કોંગ્રેસ કરતા બીટીપી આગળ નીકળી જાય તેવો અનુમાન પણ રાજકીય પંડિતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે


SHARE WITH LOVE
 • 878
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  878
  Shares

Leave a Reply

Your email address will not be published.