ઘણા આદિવાસી વિસ્તારોમાં સરકારી હોસ્પિટલોનું ખાનગી કરણ – ભરૂચ સિવિલ રૂ 1 માં સોપાય

SHARE WITH LOVE
 • 87
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  87
  Shares

ઘણા આદિવાસી  વિસ્તારોમાં સરકારી હોસ્પિટલોનું ખાનગી કરણ, ભાગ-1  ભરૂચ માં મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ના સપના દેખાડી સરકારે લોકોની એક માત્ર આસ એવી સિવિલ હોસ્પલ  ને ખાનગી કંપનીને સોપી દીધી શા માટે…? વિરોધ પક્ષ ના બધા નેતા કેમ ચુપ છે? કે પછી એમની પણ કોય જગ્યા પર સાથ ગાથ છે? નુકસાની તો ગરીબ અને પછાત વર્ગ ના લોકોને થવાની છે અને થય રહી છે. ભરૂચ જીલ્લામાં તો ૯ તાલુકા ભરૂચ, ઝઘડિયા, વાલિયા,જંબુસર,હાંસોટ,આમોદ,નેત્રંગ,વાઘરા,અંકલેશ્વર નો સમાવેશ થાય છે જેમાં કુલ વસ્તી 1,551,019 રહે છે (આકડા ૨૦૧૧ નીં વસ્તી ગણતરી પ્રમાણે છે) આ બધાં ગરીબ અને પછાત વર્ગ ના લોકો ના આરોગ્ય માટે એક માત્ર સહારો ભરૂચ સિવિલ હોસ્પિટલ છે.

સરકાર શ્રીએ તે ખાનગી સંસ્થા – કંપની ને સોપીદીધી છે. આપ સૌની જાન માટે, જેને સિવિલ માત્ર 1 રૂપિયામાં આપી દેવામાં આવી છે તે કોય ટ્રસ્ટ કે NGO  નથી પરંતુ એક કંપની છે. જે કંપની ને ભરૂચ સિવિલ આપવામાં આવી છે તેના વિશે આપને  જાણવું કંપની નું નામ છે રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ (RUDRAKSH ACADEMY PRIVATE LIMITED) જેના ટ્રસ્ટી નીચે મુજબના છે

1.      DHRUVKUMAR J PATEL – Director

2.      JAGDISHBHAI DURLBHBHAI PATEL- Managing Director

3.      KAMALBEN JAGDISHKUMAR PATEL – Directo

4.      KRISHNA JAGDISHBHAI PATEL- Director

આ બધા ટ્રસ્ટી KRISHNA EDUCATIONAL FOUNDATION માં પણ ટ્રસ્ટી તરી કે છે. ક્રીશના એડ્યુંકેસન ફાઉન્ડેસન નો ઉલ્લેખ એટલા માટે છે કે સરકાર શ્રી એ પહેલા ક્રીશના એડ્યુંકેસન ફાઉન્ડેસન ને ભરૂચ સિવિલ સોપવામાં આવી હતી પરંતુ  ક્રીશના એડ્યુંકેસન ફાઉન્ડેસન  ૨ વરસ જૂની હતી અને આ કંપની પાસે માત્ર Authorised Capital ₹279,000 એટલે કે કંપની ની વેલ્યુ આટલીજ હતી. ( As on: December 24, 2017).

ક્રીશના એડ્યુંકેસન ફાઉન્ડેસન નામ પાછળ ફાઉન્ડેસન શબ્દ નો ઉપયોગ થયો છે કોય ટ્રસ્ટ છે એમ ન સમજતા આ એક કમ્પનીજ છે. જેમ કે નીરવ મોદીએ અને વિજય માલિયાની કંપની હતી તેમજ. ત્યાર પછી સરકાર શ્રી ને મેડીકલ કાઉનસીલ ઓફ ઇન્ડિયા દ્વારા ખબર પડી કે આ કંપની માટે પ્રશ્ન થાય તેમ છે તો સરકાર શ્રીએ રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ ને ભરૂચ સિવિલ માત્ર 1 રૂ. માં આપી દીધી આપણી જાણ  માટે રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ જેના ટ્રસ્ટી નીચે મુજબના છે.

1.      DHRUVKUMAR J PATEL – Director

2.      JAGDISHBHAI DURLBHBHAI PATEL- Managing Director

3.      KAMALBEN JAGDISHKUMAR PATEL – Directo

4.      KRISHNA JAGDISHBHAI PATEL- Director રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ ૧૦ વર્ષ જૂની અને Authorised Capital માત્ર ૫ કરોડ નું છે. (

As on: December 24, 2017).

શું માત્ર પાચ કરોડ ની વેલ્યુ ધરાવતી કંપની મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ચલાવી કે બનાવી સકે? આમ બંને કંપની ક્રીશના એડ્યુંકેસન ફાઉન્ડેસન અને રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ એ બંને કંપનીના કરતા ધરતા એકજ છે. મને તો લાગે છે કદાચ એકજ પરીવાર ના છે. અને આ બધા ટ્રસ્ટી યોના મુળિયા ક્યાં સંકળાયેલા છે તે જોવું રહ્યું. સરકાર જયારે કોય ને મદદ કરે છે કે કોય સંસ્થાને ફંડ આપે છે ત્યારે ૩ વર્ષ ના ઓડીટ રીપોર્ટ અને ઘણા બધા કાગળ માંગે છે.

તો આ માં કેમ તપાસ નથી થય? કે સરકાર ની મનસા કોય બીજી છે? અધિકારીયો શું કરે છે? હવે મુખ્ય મુદ્દા પર આગળ વધીએ ભરૂચ સિવિલ કેમ માત્ર 1 રૂ.માં આપીદેવા માં આવી છે? શું સરકાર શ્રીને લોકો માટે કોય લાગણી કે જવાબદારી રહી નથી? સરકાર ને શું પોતાના કર્મચારી ભારે પડે છે? શું આ પ્રાઈવેટ કંપની માં સરકારી કર્મ ચારીજ કામ કરશે કે પછી કંપનીના કર્મચારી હશે? આવુજ ચાલતું રેહશે તો સરકાર નવા રોજગાર કેમ કરી ઉભા કરશે? શું આ દવાખાનામાં માં અમૃતમ યોજના કે બી.પી.એલ કે સરકાર ના હેલ્થ કાર્ડ ચાલશે? અને હા ચાલશે તો એની મર્યાદા પૂરી થયા પછી પણ લોકોને સારવાર મળી રેહશે? કે પછી સરકારી યોજનાઓના નામે લોકો અને સરકાર ના નામે આ કંપની ઓં અને એની સાથે સકળાયેલા લોકો કમાણી જ કરશે?

જો કોય ને ખબર હોય તો મને જનાવ જો કે ભરૂચ ના કેટલા ખાનગી દવાખાના માં અત્યારે સરકાર શ્રીએ આપેલ હેલ્થ કાર્ડ ચાલે છે? લોકો માટે કોય આવાજ ઉઠાવશે નય લોકોએ જાતેજ આગળ આવું પડશે. દરેક ગામ અને સહેરના સંગઠનો, પંચાયતો અને સ્વયમ સેવાકોએજ આને માટે આવે દન આપવા પડશે અને વિરોધ કરવો પડશે  નય તો લોકો અંધારા માં રેહશે અને પ્રાઇવેટ કંપની ઓં ના માલિકો જલસા કરશે. ટીવી પર આવતા સમાચાર જોવામાં સમય આપીએ છે તો સમાજ ના હિત અને આપડાજ લોકોના અને દેસ માટે આપડે સૌ ભેગા મળી કામ કરીજ શકીએ. આ વિસય પર આ પેહાલો ભાગ છે જલ્દીથી બીજો ભાગ આવશે જેમાં બીજા મોટા ખૂલાસા કરવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ, જય ભારત

આ પ્રકરણ પર બીજો એહવાલ દાહોદ હોસ્પિટલ નો એહવાલ


SHARE WITH LOVE
 • 87
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  87
  Shares

Leave a Reply

Your email address will not be published.