ભરૂચ: કલેકર શ્રી ડો. એમ. ડી મોડીયા પાસે લોકોની આશા. ૨૦૧૯ માં ૪ કલેકટર શ્રી બદલાયા..!

SHARE WITH LOVE
 • 104
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  104
  Shares

ભરૂચ જીલ્લામાં ૨૦૧૯ માં ૪ કલેકટર બદલાયા છે. ૩૧-૦૮-૨૦૧૯ થી ભરૂચ માં કલેકર અને મેજીસ્ટ્રેટ શ્રી ડો. એમ. ડી મોડીયા એ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે તેમની કામગીરી ને જોતા ભરૂચ જીલ્લા માં આવેલ ઝગડિયા, વાલિયા જેવા તાલુકાના લોકો આશા રાખી રહ્યા છે.

47.Shri Sandip J. Sagale, IAS10.05.1604.04.18
48.Shri Ravi Kumar Arora, IAS05.04.1802.08.19
49.Ms. Agre Kshipra Suryakantarao, IAS02.08.1930.08.19
50.Dr. M. D. Modiya, IAS31.08.19 

ભરૂચ જીલ્લામાં આવેલા ઝગડિયા અને વાલિયા તાલુકા ને આદિવાસી વિસ્તારાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારોમાં લોકોને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી અને મુખ્ય. મંત્રીશ્રી વિજય રૂપાણી ના નેતૃત્વમાં થય રહેલ હરણફાળ વિકાસ સાથે રાખવા માટે વધુ ધ્યાન અને મેહનત ની જરૂર છે.

૪-૪ કલેકટર શ્રી ભરૂચ જીલ્લમાં બદલાયા છે સાથે સાથે ઝઘડિયા – વાલિયા ના પ્રાંત અધિકારી શ્રી પણ ઘણી વખત બદલાયા છે, ઝઘડિયા – વાલિયા ના પ્રાંત અધિકારી શ્રી જે હોય છે તેમની પાસે હમેસા વધારાનો ચાર્જ હોય છે જેથી આ વિસ્તારોમાં તે પૂર્ણ સમય ફાળવી સકતા નથી.

જેથી હાલના ભરૂચ જીલ્લા કલેકર શ્રી ડો. એમ. ડી મોડીયા પાસે લોકોની આશા વધી છે.

ઝગડિયા – વાલિયા ના વિસ્તાર માં ખનન (માઈનીંગ), આરોગ્ય, શિક્ષણ વગેરેના ઘણા પ્રશ્નો છે.

માનનીય શ્રી વિજય ભાઈ રૂપાણી જી દ્વારા 17 જાન્યુઆરી 2017 ના રોજ વનબંધુ કલ્યાણ મેળા માં પેસા એક્ટ નું અમલીકરણ ગુજરાત રાજ્ય માં કરવામાં આવ્યું છે. પેસા એક્ટ ના નિયમ 33 થી 37 માં જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું તેમજ ગૌચર અને પર્યાવરણ ને લગતા નિયમ / કાયદા નું ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે તેવી લોક માંગણી છે.

ભરૂચના કલેકટર રવિકુમાર અરોરાની વિદેશ મંત્રીના સચિવ તરીકે નિમણુંક થયા બાદ તેમની ખાલી પડેલી જગ્યાએ ડીડીઓ ક્ષિપ્રા અગ્રેને કલેકટરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. ભરૂચના નવા કલેકટર તરીકે ડો એમ.ડી.મોડીયાની નિયુકતિ કરવામાં આવી છે. તેઓ નવસારી કલેકટર તરીકે ફરજ બજાવેલ છે. ભરૂચના ડીડીઓ ક્ષિપ્રા અગ્રેની પણ બદલી થતાં તેમના સ્થાને મહીસાગર જિલ્લાના ડીડીઓ વી. અરવિંદની વરણી કરવામાં આવી છે. ઝઘડીયાના પ્રાંત અધિકારી નેહાસિંગની તાપી જિલ્લાના ડીડીઓ તરીકે વરણી કરવામાં આવી છે.


SHARE WITH LOVE
 • 104
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  104
  Shares