ભરૂચ: ડો. ભાવિન એસ વસાવા અને સ્થાનિક આદિવાસી એ ભરૂચ કલેકટર ને આપ્યું આવેદન પત્ર

SHARE WITH LOVE
 • 733
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  733
  Shares

ભુન્ડવા ખાડીમાં પુષ્કળ પ્રમાણ માં સિલિકા સેન્ડ આવી જવાથી સ્થાનિક લોકોને અને અનુસુચિત આદિજાતિ ના સભ્યો ને નુંક્ષાની થતી અટકાવવા તેમજ આદિવાસી ની ખેતીની ૭૩ એએ ની જમીન માં ખાણકામ અટકાવવા તેમજ ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા પર લાગેલ ખોટા આક્ષેપ બાબતે આજ રોજ કલેકટર કચેરી ભરૂચ સ્થાનિક આદિવાસી લોકોએ આવેદન પત્ર આપ્યું છે.

તેમને જણાવ્યું હતું કે … #NoHopemodiji

મુ. ભીમપોર પો. રાજપારડી તા. ઝગડિયા જી.ભરૂચ માં ચાલી રહેલ ભુન્ડવા ખાડીમાં તેમજ ભુન્ડવા ખાડી પાસે સિલિકા સેન્ડ ના ખાણકામ થી ભુન્ડવા ખાડી માં વિપુલ પ્રમાણ માં સિલિકા સેન્ડ આવી રહી છે.

વધુમાં જણાવવાનું કે આ આ પ્રકાર ની લીઝો થી આજુ – બાજુની ખેતી લાયક જમીન પણ બિન-ઉપજાવ થઈ  જવા પામી છે તેથી ગરીબ અનુસુચિત આદિજાતિ ના સભ્યો અને સ્થાનિક લોકોની જીવન દોરી પણ છીનવાય રહી છે. અનુસુચિત આદિજાતિ ના સભ્યોના  રોજબરોજ ના  ઉપયોગી એવા પાણીના સ્ત્રોત પણ મેલા  થય રહ્યા  છે.

મુ ભીમપોર તા ઝગડિયા જી.ભરૂચ ના આ લીઝ વિસ્તારમાં  માં આવેલ ઘણી જમીનો સ્થાનિક આદિવાસી (અનુસુચિત આદિજાતિ ના સભ્યો ) ની ૭૩ એએ નિયંત્રિત સત્તા પ્રકાર ની છે. જે જમીનોને  બિન ખેતીના ઉપયોગ માટેની મંજુરી પણ મળેલ નથી. તેમ છતાં પણ આ લીઝોમાં ખાણ કામ થઈ રહેલ છે.

જેથી જમીન મેહસુલ કાયદાની કલમ – ૭૩ એએ ની સરત ભંગ થયેલ હોય હાલની જમીન ની બજાર કિંમત કરતા ૧૦ ઘણી રકમ જમીન માલિક/વારસદારોને મળવા પાત્ર છે, જે જમીન ના માલિકો/વારસદારોને મળવી જોઈએ . જેની કાયદામાં જોગવાય છે જ.

૭૩ એએ ની જોગવાય નો ભંગ થયેલ હોય તાત્કાલિક લીઝ પટ્ટેદાર ને દંડ કરવાની જરૂર છે. તેમજ આ જમીનના મૂળમાલિકો ને સોધીને વાર્ષાઈ કરાવવાની જવાબદારી સરકાર શ્રીની છે.

સ્થાનિક લોકો તેમજ આદિવાસી લોકોનું સોસણ ન થવું જોઈએ. સરકારે જે કાયદા બનાવ્યા છે તેનું અમલીકરણ થવું જોઈએ. અમલીકરણ અધિકારી એ પોતાની ફરજ બજાવી લોકહિતમાં કાયદા નું પાલન કરી લોકોને ન્યાય મળે તેમ કરવું જોઈએ. તેવી અમારી પ્રાર્થના છે.

ડો ભાવિનકુમાર શાંતિલાલ વસાવા એ શ્રી અલીમિયા ઈમામઅલી સૈયદ અને ન્યુ ઇન્ડીયા મિનરલ્સ બાબતે સંલગ્ન વિભાગ માં ફરિયાદ/અરજી/રજુઆતો કરેલ છે, જે અર્જીના અનુસંધાને પણ આ લીઝ પર કાર્ય વાહી થય રહેલ છે. જેમાં   શ્રી અલીમિયા ઈમામઅલી સૈયદ ને રૂ.૨0,૭૨,૦૪૬/- નો દંડ થયો છે તેમજ ૪ લીઝોના ઓનલાઈન રોયલ્ટી એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે. જેથી આ લીઝ માલિક શ્રી અલીમિયા ઈમામઅલી સૈયદ, તેમજ ન્યુ ઇન્ડિયા મિનરલ્સ  ઇન્દ્રસ્ટ્રીઝ ના ભાગીદાર શ્રી એહમદહુસેન ઈમામઅલી સૈયદ અને શ્રી ઈમ્તિયાઝ અલીમિયા સૈયદ અને તેમની સાથે જોડાયેલા/સંકળાયેલા લોકો  ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા ને બદનામ કરવાના બદ ઈરાદાથી આદિવાસીને ઉસ્કેરણી કરીને લઈજાય છે અને ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા સામે ખોટા આવેદન પત્રો અપાવી રહ્યા છે જે ફલિત થાય છે, આદિવાસી ડોકટર નું કેરિયર ખલાસ કરવા માટે છે. જેનો અમે બધા લોકો વિરોધ કરીએ છે.

આપ શ્રી ઓ ને અમારી અરજ છે કે આ ભોળા ભાલા એવા આદિવાસી (અનુસુચિત આદિજાતિ ના સભ્ય ) અને સ્થાનિક લોકોના હક છીનવાતા અટકાવવા અને તેમને થય રહેલ નુક્ષાની અટકાવવા આપને વિનંતી છે. ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા મુ. અવિધા તા. ઝગડિયા જી ભરૂચ ના ઓ પર લગાવેલ આક્ષેપ “ખંડણી ઉઘરાવે છે” એ વાત નું અમો સૌ ખંડન કરીએ છે. ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા ને બદનામ કરવાના બદ ઈરાદાથી અપાયેલ આવેદન પત્ર પર દયાન ન આપવા વિનંતી છે, તેમજ ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવાને બદનામ કરનારા પર યોગ્ય કાર્ય વાહી કરવા અમારી માંગ છે. શ્રી અલીમિયા ઈમામઅલી સૈયદ, તેમજ ન્યુ ઇન્ડિયા મિનરલ્સ  ઇન્દ્રસ્ટ્રીઝ ના ભાગીદાર શ્રી એહમદહુસેન ઈમામઅલી સૈયદ અને શ્રી ઈમ્તિયાઝ અલીમિયા સૈયદ અને તેમની આવિસ્તાર માં ચાલતી બધી લીઝો પર યોગ્ય કાર્ય વાહી કરવા માટે ની અમારી માંગ છે.  આમ સદરહુ બધી બાબતોને ધ્યાને લઇ ન્યાય ની અમો આપ શ્રી ઓ પાસે માંગણી કરીએ છે. આ બાબતે યોગ્ય પગલા લેવા આપ સાહેબ ને અમો સૌ આવેદન કરી એ છે, જે માટે આવેદન પત્ર પાઠવીએ છે .


SHARE WITH LOVE
 • 733
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  733
  Shares