ભરૂચ: નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાના સરકારના નિર્ણય સામે ખેડૂતોમાં રોષ

SHARE WITH LOVE
 • 132
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  132
  Shares

રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાના સરકારના નિર્ણય સામે ખેડૂતોએ રોષ ઠાલવી, ભરૂચ જિલ્લા માટે એક મજાક સમાન નિર્ણય ગણાવ્યો હતો. મૃતપાય અવસ્થામાં પહોંચી ગયેલ નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાથી કોઈ ફરક પાડવાનો નથી,કે દરિયાનું ખારાશ વાળું પાણી દૂર થવાનું ન હોવાથી ભરૂચ જિલ્લા માટે 1500 ક્યુસેક પાણી એક લીટી સમાન છે.

નર્મદા નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી દરિયાના પાણીએ ભરડો લીધો છે, ખારા પાણીના કારણે કાંઠા વિસ્તારના ગામોને ભારે અસર થવા પામી છે,મત્સ્ય ઉદ્યોગ,સિંચાઈ પર ભારે અસર થવા પામી છે, ઘણી વખત નર્મદામાં પાણી છોડવા બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામો ખેતી તેમજ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાથી છેલ્લા ઘણા સમયથી નર્મદા નદીમાં પાણી ન હોવાના કારણે માઠી અસર થવા પામી છે, ખેડૂતો પાયમાલ અવસ્થામાં આવી ગયા છે, નર્મદા નદી મૃતપાય અવસ્થામાં આવી જતા કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે, આ વિસ્તારના ખેડૂતો મોટા ભાગે બોરવેલ દ્વારા ખેતી કરતા આવ્યા છે, ત્યારે ઘણા સમયથી નર્મદા સૂકી ભઠ થતા બોરવેલના ભૂગર્ભ જળ નીચે જતા બોરવેલ ફેલ થવા ના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ગયા છે, ખાસ કરીને દરિયાના પાણીએ નર્મદામાં ભરડો લેતા ખારાશ વાળું પાણી ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તાર સુધી પહોંચી જતા સમગ્ર નદી દરિયો બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જયુ છે.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાના નિર્ણંય બાબતે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે, 1500 ક્યુસેક પાણી વિશાળ નર્મદા નદીમાં એક લીટી સમાન પણ ગણી શકાય તેમ છે. આ પાણી છોડવાથી નદી માંથી દરિયાનું  ખારાશ વાળું પાણી દૂર નથી થવાનું, જેથી વધુ માત્રા માં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો એ માંગ કરી છે.


SHARE WITH LOVE
 • 132
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  132
  Shares

Leave a Reply

Your email address will not be published.