ભરૂચ: માં નર્મદા ની કાળજી નકરાય તો ૧૫ – ૨૦ વર્ષ ભરૂચે ભોગવવું પડશે.

SHARE WITH LOVE
 • 861
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  861
  Shares

ખળખળ વહેતી મા નર્મદા આજે ખુદ પાણી માટે પોકાર કરી રહી છે.

૧૫૦૦ ક્યુસેક પાણી સરદાર સરોવર ડેમ માંથી છોડવાની મંજરુ માત્ર દરિયામાં પૂનમ અમાસ ની ભરતી ના દીવસોમાજ મળી છે.

સામાન્ય દિવસોમાં ૬૦૦ ક્યુસેક જ પાણી છોડાશે….

પી.કે.લેહરી સરદાર સરોવર નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હતા ત્યારે ઘણી સ્થાનિક અને ફોરેન એજન્સી દ્વારા આ વિસય પર રજૂઆત કરવામાં આવી હતી કે કાયમ ૧૫૦૦ ક્યુસેક થી વધુ પાણી નર્મદા નદીમાં છોડવાની જરૂરિયાત રેહશે. પરંતુ ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવાની વાત પી.કે.લેહરી દ્વારા ધ્યાન પર ન લેતા અવગણના કરી દેવામાં આવી હતી. તેવી વાત જાણવામાં આવેલ છે.

કોઝવે બનવાથી ૧૦ વર્ષ પછી પરિણામ મળશે.

નર્મદામાં ખારાશના પ્રવેશ અટકાવવાનો એક ઉપાય ભાડભૂત ખાતે નર્મદા નદી ઉપર મહત્વકાંક્ષી કોઝવે કમ વાયર બેરેજ છે તે વાત કલ્પસર પ્રોજેક્ટ ના અદ્યક્ષ દ્વારા આ પહેલેથીજ જાહેર કરીદેવામાં આવ્યું છે.પરંતુ આયોજના પૂર્ણ થવાને હજી વર્ષો વીતી જશે.કારણ કે સરુઆતી નિર્ધારિત સમય ૧૦ વર્ષ થી વધુ છે.

ભાડભૂત બેરેજ યોજના પૂર્ણ થયા પછી પણ ૧૫૦૦-૪૦૦૦ ક્યુસેક પાણી છોડવાની જરૂરીયાત તો રહેજ છે. તેવું જાણકારો નું કહેવું છે.

નર્મદા નદીમાં ચાલતા રેતીના ખનનો પણ મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

રેત માફિયા દ્રેઝીંગ કરી મોટા મોટા તળાવો નર્મદા ના તટ માં બનાવી રહ્યા છે. ભુ-માફીયાઓ દ્વારા પોતાની સગવડ સાચવવા નદીના પટમાં ગેરકાયદેસર નદીના પ્રવાહને અવરોધી અને રેતી ભરેલા ટ્રકની આવન-જાવન શક્ય બને તે માટે પાળા બનાવી  રસ્તા બનાવવા માટે પારા બાંધી પાણીના વહેણમાં અવરોધ ઉભા કરી રહ્યા છે. જેના કારણે નર્મદા નદીમાં પાણી સમુદ્ર સુધી પોચતું નથી.

સૌરાષ્ટ્ર અને બીજા જીલ્લા માં નર્મદાના પાણી મળે છે પણ ભરૂચ ને નહિ

આજી તેમજ ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવેછે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચતાની સાથે જ સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સરકારની આ કામગીરી સરાહનીય છે, પરંતુ બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી પસાર થતી અને બંન્ને છેડે ખળખળ વહેતી નર્મદા નદીમાં છેલ્લા કેટલાય સમયથી પાણી જોવા મળતું નથી અને પાણીના સ્થાને સફેદ રણ બની ગયું છે. આજ રીતે ચાલશે તો કાયમ માટે નર્મદા નદીની જગ્યા એ નર્મદાનું સફેદ રણ બનશે.

જો અત્યારથીજ સાવચેતીના પગલા લેવામાં નય આવે તો, આવનાર સમય માં માં નર્મદાની હાલત કપરી થય જશે.

સમુદ્ર કિનારા થી લય ને છેક સરદાર સરોવર સુધી સફેદ રણ જેવું વાતાવરણ સર્જાશે. નદીકિનારા પર આવેલ લાખો એકડ જમીન બરબાદ થશે. પાણી ઊંડા જશે અને ખેડૂતો પાયમાલ થશે. પીવાના પાણી ખારા થશે. પીવાના પાણીની અને  જરૂરિયાત ના પાણી ની તંગી સર્જાતા વાર નથી લાગવાની.

સમય સર સરકારો દ્વારા યોગ્ય પગલા લેવા જરૂરી છે. લોકો આશાકારે છે કે સરકાર દ્વારા યગ્ય પગલા લેવાય.


SHARE WITH LOVE
 • 861
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  861
  Shares

Leave a Reply

Your email address will not be published.