ભરૂચ: નર્મદામાં રસ્તા ના વિવાદ વચ્ચે સવજી ધોળકિયાએ સરકાર સામે આખો લાલ કરી?

SHARE WITH LOVE
 • 62
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  62
  Shares

સવજી ધોળકિયાએ એક ટીવી ને ઈન્ટરવ્યું આપતા જણાવ્યુ હતું કે આખી નર્મદા નદીમાં ખારું પાણી આવી ગયું છે, આખો પટ મીઠા વાળો થય ગયો છે , નદીમાં કાદવ કીચડ સિવાય કસું રહ્યું નથી, વધુમાં એમને જણાવ્યું કે બેરેજ યોજના જ્યાં સુધી થશે નહિ ત્યાં સુધી આવુજ ચાલશે, નદીમાં પાણી છોડવામાં આવતું નથી વગેરે…તેમને આડકતરી રીતે પોતાનો સરકાર પ્રત્યે નો રોસ ઠાલવ્યો હતો અને સરકાર સામે લાલ આંખ કરી હોવાની વાતો ચાલી રહી છે

ગુજરાતમાં પાણીની અછતના કારણે કેટલાક ગામના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર પાસે નર્મદા નદીના કિનારા નજીક બનાવવામાં આવેલા રિસોર્ટના માલિકો દ્વારા રિસોર્ટમાં જવા માટે CRZની કોઈપણ મંજૂરી લીધા વગર નર્મદા નદીમાં રસ્તો બનાવામાં આવ્યો હતો. આ રસ્તાના કારણે નર્મદા નદીનું પાણી અવરોધાઈ રહ્યું હતું. નર્મદાનું પાણી અવરોધાવાના કારણે આસપાસના ગામના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. કારણ કે, પાણીની અછતના કારણે નર્મદા નદી રણ બની ગઈ છે તો બીજી તરફ નર્મદા નદીમાં જેટલું પાણી વધ્યું છે, તેને પણ ખાનગી રિસોર્ટના માલિકો દ્વારા રિસોર્ટમાં જવાનો રસ્તો બનાવીને 1000 જેટલી રેતી ભરેલી પ્લાસ્ટિકની થેલી મારફતે અવરોધવામાં આવી રહ્યું છે. આ રિસોર્ટ નામાંકિત ઉદ્યોગપતિ સવજી ધોળકિયાનું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. મામલતદાર પી. ડી. પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પાળાને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. પાળાના કારણે નદીના પાણીનો વહેણ રોકાયો છે, પરંતુ 100 ફૂટ ખૂલ્લું હોવાના કારણે પાણીનો પ્રવાહ તેમાંથી જાય છે.

સમગ્ર ઘટનાને લઇને સવજી ધોળકિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું સાચો કે ખોટો, હું સ્ટેટમેન્ટ નથી આપતો. તંત્ર સ્ટેટમેન્ટ આપશે એ હું સ્વીકારી લઈશ અને હું સુધારી લઇશ, મારી જો ભૂલ હશે તો. નદીને કોઈ અવરોધ નથી થતો. નદી અમે લોકો સાફ કરીએ છીએ, ગણપતિનું જે કચરું પડ્યું હોય તે અમે સાફ કરીએ છીએ. ત્યાં મીઠું પાણી નથી મળતું, દરિયાનું પાણી ભળી જાય છે, માટી મુકીને દરિયો જતો રહે છે. મીઠું પાણી અંદર આવતું નથી. ઓલરેડી નદીઓ પુરાઈ ગઈ છે. આ બધા પ્રોબ્લેમ છે, રસ્તાનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અને રસ્તો ત્યાં છે જ નહીં.

સવજી ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કાર્યવાહી એટલે ન થાય કે, એમાં કોઈ અહિતનું કામ નથી કર્યું. દસ લાખ ત્યાં ઝાડ વાવ્યા છે. 200 ગાયું ત્યાં છે. ત્યાં કેમિકલ ખાતર અમે લઇ જતા નથી. ઓર્ગેનિક અમારું શાકભાજી ત્યાં અમે વાવીએ છીએ. વિકેન્ડમાં અમે ત્યાં જઈએ છીએ. અમારો સ્ટાફ જાય છે, રવિવાર, શનિવાર અને એમાં કોઈ રિસોર્ટ જેવું નથી, ગ્રીનરી એમાં બનાવી છે, ક્રિકેટનું એક ગ્રાઉન્ડ બનાવ્યું છે. તમને એ જોતા રિસોર્ટ લાગે બીજું કંઈ છે નહીં.


SHARE WITH LOVE
 • 62
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  62
  Shares

Leave a Reply

Your email address will not be published.