ભરૂચ: આદિવાસી અને જન હિત માં નરેન્દ્રમોદી અને ભાજપા અડીખમ ઉભા છે, મનસુખ વસાવા

SHARE WITH LOVE
 • 191
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  191
  Shares

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ની જાહેર સભા શનિવારે ડેડીયાપાડા ના પીઠા ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી ગણપત વસાવા ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આદિવાસી પ્રજાના અદમ્ય ઉત્સાહ વચ્ચે ભાજપની  પ્રચાર સભામાં મંડપ પણ ટૂંકો પડી જતા મંડપ બહાર પણ ઉત્સાહભેર આદિવાસીઓનું જોમ જોવા મળ્યું હતું.

આદિવાસી જંગી જનમેદનીને સંબોધતા કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ અને નરેન્દ્ર મોદીએ હર હંમેશ આદિવાસીઓ તેમજ છેવાડાના ગરીબ માનવી ની પરવા કરી છે. ભાજપે તે ૧૩.૫૦  લાખ એકર જંગલ ની જમીન આદિવાસીઓને આપવી છે.આદિવાસીઓ અને જન જન હિતમાં ભાજપ જામ જ નરેન્દ્ર મોદી હિમાલયની જેમ અડીખમ ઊભા છે. નરેન્દ્ર મોદી ગરીબી જોઈ છે જેને લઇને તેઓ હંમેશા આદિવાસીઓ દલિતો અને ગરીબના હમદર્દ બની વિકાસની આ વણથંભી વણઝારમાં છેવાડાના માનવીના ઉત્કર્ષમાં સદા તત્પરતા દાખવી રહ્યા છે.

જેનું  ઉદાહરણ આપતા આદિવાસી મેદની ને 2003નો નરેન્દ્ર મોદી નો પ્રસંગ યાદ અપાવ્યો હતો. તેઓ જ્યારે ડેડીયાપાડા રાત્રિરોકાણ કર્યું હતું ત્યારે આદિવાસી પાસે જઈ કહ્યું હતું કે હું ભિક્ષુક તરીકે તમારી પાસે આવ્યો છું અને ભિક્ષામાં તમારા સંતાનો માટે શિક્ષા ભણતર માગું છું નરેન્દ્ર મોદીના આદિવાસીઓ સાથે આ ભાવનાત્મક સંબંધ અને તેમનું જોડાણ આજે પણ આદિવાસીઓ માં એક પોતાનાપણું હોવાનો અહેસાસ કરાવે છે

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આ ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દા પર લડાઇ રહી હોવાનું કહી આદિવાસી ભાઈઓ એ ફરી જંગી મતદાન કરી કમળ ખીલવવા હાકલ કરી હતી માત્ર પંદર વર્ષમાં જ ગુજરાતમાં અને પાંચ વર્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં ભાજપ સરકારે આદિવાસીઓ દલિતો મહિલાઓ અને યુવાઓ ગરીબો માટે વિકાસ ના કામો કર્યા છે આદિવાસીઓના હિતમાં જ હંમેશા ભાજપ કાર્યરત રહેશે.

પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અને પૂર્વ મંત્રી મોતીશીહ વસાવા આદિવાસી ભાષામાં જ ઉમટી પડેલી આદિવાસી ભાઈ-બહેનોની જંગી જનમેદની માં ભારે જોમ  ઉમેર્યુ હતું. તેમણે આઈપીએલનો ઉદાહરણઆપી  કહ્યું હતું કે ભાજપના મનસુખભાઈએ પાંચમાં પાંચ છગ્ગા વિજય બની લગાવી દીધા છે હવે આપણે છઠ્ઠા છગ્ગા  માટે પણ 23 એપ્રિલ લે તેમને મત આપી છઠ્ઠી ટર્મ માટે વીજયી બનાવવાના છે તેમ કહી ભાજપના મનસુખ વસાવાને અસલી ટાઈગર ગણાવ્યા હતા.


SHARE WITH LOVE
 • 191
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  191
  Shares

Leave a Reply

Your email address will not be published.