ભરૂચ : જાણો કોણે ઉઠાવ્યો સરકાર સામે સવાલ, સાંસદ મનસુખ વસાવા કેમ વિફર્યા

SHARE WITH LOVE
 • 168
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  168
  Shares

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ( Mansukh Vasava ) ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે અને આ વખતે મુદો છે જમીન સંપાદનનો. જમીન સંપાદન થયા બાદ વળતર અંગે સરકારના ત્રાજવા અલગ અલગ હોવાનું તેમણે જણાવ્યું હતું. ( MP Bharuch )

ભરૂચના સાંસદ મનસુખ વસાવા  સામાન્ય માણસના પ્રશ્નોને વાચા આપવાનો તેઓનો હર હંમેશ પ્રયાસ રહે છે. એ અલગ બાબત છે કે તેઓની વાત ક્યારેક ક્યારેક વિવાદ બની જાય છે પરંતુ હાલમાં જ લોકસભાના શૂન્યકાળ દરમિયાન તેઓએ સરકાર સમક્ષ જમીન સંપાદનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેઓએ રજૂઆત  કરતા જણાવ્યું હતું કે મોટા ઉદ્યોગો, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને કોરિડોર માટે જે જમીનો સંપાદન કરવામાં આવી છે તેમાં ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં નથી આવ્યું અને સસ્તા ભાવે જમીનો સંપાદિત કરી દેવામાં આવી છે.

તેઓએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં જમીન સંપાદનના  ભાવ અલગ અલગ છે તે એક જ હોવા જોઈએ. જમીન સંપાદન બાદ નાણાં ખેડૂતોના બેન્કના ખાતામાં નાખવામાં આવે છે ત્યાર બાદ ઈન્ક્મ ટેક્ષ વિભાગ ખેડૂતોને હેરાન કરે છે જે હેરાનગતિ પણ બંધ થવી જોઈએ. મનસુખ વસાવાની આ વાત ભલે કેટલાક બાબુઓને કડવી લાગી હોય પરંતુ તેઓની આ વાત ખેડૂત લક્ષી જ હતી જેમાં કોઈ બેમત નથી

Mansukh Vasava, Mansukh Vasava news, Mansukh Vasava latest news, Mansukh Vasava biography, Mansukh Vasava photos, Mansukh Vasava videos, Mansukh Vasava news today,Government of gujarat,

SHARE WITH LOVE
 • 168
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  168
  Shares

Leave a Reply

Your email address will not be published.