ભરૂચ:જીલ્લા અને ઝગડિયા માં મોટા-મોટા આદિવાસી નેતા તોય ૭૩એએ અને પેસા એક્ટ નું ઉલંઘન!

SHARE WITH LOVE
 • 127
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  127
  Shares

ભરૂચ જીલ્લા સાંસદ તરીકે શ્રી મનસુખભાઈ ડી વસાવા છે. તેમજ ઝગડિયા માં આદિવાસી ના આદિવાસી માસીન્હા શ્રી છોટુભાઈ વસાવા છે. ઝગડિયા તાલુકો ભારતીય ટ્રાઈબલ પાર્ટી નું ઉદગમ સ્થાન છે અને તેના પ્રણેતા શ્રી મહેસ વસાવા છે.

તેમજ આદિજાતિ વિકાસ મત્રી પણ આદીસી એવા શ્રી ગણપત વસાવા છે. વધુમાં ભરૂચ જીલ્લામાંથીજ અંકલેશ્વર માંથી પણ શ્રી ઈશ્વર પટેલ પણ એક મંત્રી છે.

દેશમાં શ્રી નરેદ્ર મોદી અને શ્રી અમિત શાહ ના નેતૃત્વ ની ભાજપા સરકાર છે. ગુજરાત રાજ્ય માં શ્રી વિજય રૂપાણી ના નેતૃત્વ  ભાજપાની સરકાર છે.

ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી જીતું વાઘાણી છે, રાજ્ય સભામાં બીટીપી ના કરતા હરતા એવા શ્રી છોટુભાઈ વસાવા કોને મત આપ્યો છે આજે સર્વ લોકો જાણે છે.

તેમ છતાં ઝગડિયા તાલુલા અને ભરૂચ જીલ્લામાં ૭૩એએ અને પેસા એક્ટ નું ઉલંઘન સરેઆમ થતું જોવા મળી રહ્યું છે. આજે આદિવાસી અને આ વિસ્તાર ના સ્થાનિક લોકોનું કોણ એ એક પ્રશ્ન બની ચુક્યો છે? કેમ આ બધાજ નેતા મૌન થય ગયા છે? કેમ કોય બોલાતું નથી? આવી વાતો લોકોમાં પ્રસરી રહી છે?

૪-૪ કલેકટર શ્રી ભરૂચ જીલ્લમાં બદલાયા છે સાથે સાથે ઝઘડિયા – વાલિયા ના પ્રાંત અધિકારી શ્રી પણ ઘણી વખત બદલાયા છે, ઝઘડિયા – વાલિયા ના પ્રાંત અધિકારી શ્રી જે હોય છે તેમની પાસે હમેસા વધારાનો ચાર્જ હોય છે જેથી આ વિસ્તારોમાં તે પૂર્ણ સમય ફાળવી સકતા નથી.

જેથી હાલના ગુજરાત ના અને ભરૂચ જીલ્લા બધાજ નેતા અને કલેકર શ્રી ડો. એમ. ડી મોડીયા પાસે લોકોની આશા વધી છે.

ગડિયા – વાલિયા ના વિસ્તાર માં ખનન (માઈનીંગ), આરોગ્ય, શિક્ષણ વગેરેના ઘણા પ્રશ્નો છે.

માનનીય શ્રી વિજય ભાઈ રૂપાણી જી દ્વારા 17 જાન્યુઆરી 2017 ના રોજ વનબંધુ કલ્યાણ મેળા માં પેસા એક્ટ નું અમલીકરણ ગુજરાત રાજ્ય માં રાજ્ય પત્ર માં પ્રસિદ્ધ કરી કરવામાં આવ્યું છે. પેસા એક્ટ ના નિયમ 33 થી 37 માં જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું તેમજ ગૌચર અને પર્યાવરણ ને લગતા નિયમ / કાયદા નું ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે તેવી લોક માંગણી છે.

આ બધું હોવા છતાં ભરૂચ જીલ્લા માં ૭૩એએ અને પેસા એક્ટ બાબતે અંધા ધૂની ફેલાયેલી છે.

કોણ જવાબદાર ? કોણ નેતા બોલશે આ બાબત પર


SHARE WITH LOVE
 • 127
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  127
  Shares