ભરૂચ : નર્મદા નદીના માટે “માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિ” દ્વારા કરાયું મહા આરતીનું આયોજન

SHARE WITH LOVE
 • 147
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  147
  Shares

રાજ્ય સરકાર દ્વારા માંગણી મુજબ ઓછા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે: મનસુખ વસાવા

ભારત રાષ્ટ્રની પવિત્ર માનવામાં આવતી નદીઓમાં સરસ્વતીના નીરથી ૩ દિવસે, યુમુનાના નીરથી ૭ દિવસે તેમજ ગંગાના સ્નાનથી પવિત્ર થવાય છે. જ્યારે નર્મદા નદીના દર્શન માત્રથી જ પવિત્ર થવાય છે. પરંતુ નર્મદા નદીનું હાલ અત્યંત દયનીય પરિસ્થિતીમાં રૂપાંતર થયું છે. ભરૂચમાં છેલ્લા બે વર્ષથી માં નર્મદા તેની નિર્મળતા અને બન્ને કાંઠે ખળખળ વહેતો અવિરત જળ પ્રવાહ ઘણો ઓછો થઈ જવા પામ્યો છે.

મહા આરતી પ્રસંગે ઉપસ્થીત સાંસદ મનસુખ વસાવાએ મા નર્મદાની ચિંતા કરી જણાવ્યું કે, નર્મદા નદીમાં સતત જળ પ્રવાહ વહેતો રહે તે માટે ભરૂચ જિલ્લાના અનેક સંગઠનો, સામાજિક સંસ્થાઓ તેમજ રાજકારણીઓએ આ બાબતે સરકારમાં અનેક વાર રજુઆતો પણ કરી છે. રાજ્ય સરકાર દ્વારા લોકમાંગણી મુજબ ઘણી વાર પાણી છોડવામાં આવ્યું છે પરંતુ તે ઘણું ઓછા તેમજ નહિવત પ્રમાણમાં હોવાનું જણાઈ આવ્યું હતું.

આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદના દુષ્યંતસિંહ સોલંકીએ જણાવ્યું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર મૌન રહેતા ના છૂટકે ભરૂચ જિલ્લાના અનેક સંગઠનો દ્વારા લોકોને એકત્રિત કરી જન જાગૃતિ અર્થે માં નર્મદાની મહા આરતી ઉતારી સરકાર સમક્ષ અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી.વધુંમાં તેમણે જણાવ્યું કે મા રેવા,મા નર્મદા બીજાના માટે માત્ર પાણી હશે પણ અમારા માટે તે એક પવિસ્ત્ર જળ છે.અમારા માટે આ ફક્ત પાણીનો પ્રશ્ન નથી પણ એક આસ્થાનો પણ પ્રશ્ન છે.

કોંગેસના આગેવાન સંદિપ માંગરોલાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, માં રેવાની મહા આરતીનું જે આયોજન કરાયું છે  તે બદલ હું આયોજકો, માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિને અભિનંદન પાઠવું ચૂં સાથે સાથે જણાવ્યું કે મોડે મોડે આપણાને જે નર્મદાનું મહત્વ સમજાયું છે.જે રીતે નર્મદા નદી સરદાર સરોવર ડેમથી ડાઉન સ્ટ્રીમની અંદર લુપ્ત થઈ રહી છે.જેના કારણે માછીમારો,નગરજનો સહિતનાઓને જે મુસ્કેલીઓ પડી રહી છે તેનાથી આપણે વાકેફ છીએ પરંતું જે રીતે માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિએ આગેવાની કરી એક જન આંદોલનની શરૂઆત કરી છે તેને બિરદાવું છું. આ કોઇ રાજકીય મુદ્દો નથી કે નથી કોઇ એક બીજા ઉપર આક્ષેપ બાજી કરવાનો,  એટલી વાત સત્ય છે કે જો નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર પહોંચતું હોય,અમદાવાદ સાબરમતી છલોછલ કરતું હોય તો નર્મદા કિનારે વસેલા ગામોના ખેડૂતોને પણ મળવું જોઇએ, સરકાએ જે ડાઉન સ્ટ્રીમ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે તેના કારણે આ પરિસ્થીતી ઉદ્દભવી છે.માતે મા નર્મદા પુન: બે કાંઠે વહેતી થાય તેવી  સ્મસ્ત પ્રજાની લાગણી અને માંગણી છે અને અમે તેમા ચોક્કસ સહકાર આપીશું.

ગતરોજ ભરૂચના ધોળીકુઇ બજાર સ્થિત બરાનપુરા-ખત્રીવાડમાં આવેલ અશોક આશ્રમ ખાતે “માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિ” દ્વારા મહા આરતીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, વિશ્વ હિન્દુ પરિષદના દુષ્યંતસિંહ સોલંકી, કોંગ્રેસ આગેવાન સંદિપ માંગરોલા, ગિરિશ શુક્લ,મુક્તાનંદ સ્વામિ સહિત મોટી સંખ્યામાં આર.એસ.એસ. અને વિવિધ નર્મદા બચાવો સમિતિ, સંગઠનોના હોદ્દેદારો, કાર્યકરો તેમજ નર્મદા પ્રેમીઓ મહા આરતીમાં માં નર્મદાના નીરને ફરીથી વહેતા કરે તેવા સંકલ્પ સાથે ઉપસ્થિત રહ્યા હતા.


SHARE WITH LOVE
 • 147
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  147
  Shares

Leave a Reply

Your email address will not be published.