ભરૂચ: મનસુખ વસાવા એ કર્યું નર્મદાનું નિરીક્ષણ ચોકાવનારી વાતો બહાર આવી. જાણો હકીકત

SHARE WITH LOVE
 • 1.4K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.4K
  Shares

લોકસભામાં સાંસદ ચૂટાયા બાદ એક્શનમા આવીગયા છે, લોક માંગણી ને ધ્યાનમાં લય કાર્યવાહી હાથ ધરી.

માં નદીમાં પાણી ઓંછા થવાથી ભરૂચ, અને વડોદરા જીલ્લો પ્રભાવિત, અનેક પ્રકારની સમસ્યા ઉભી થય છે

ભરૂચમાં માં ને બચાવવા અને પાણીની સમસ્યાને લઈને મનસુખ વસાવાએ સરકારમાં નર્મદામાં પાણી છોડવાની માગ કરી હતી. મનસુખ વસાવાની રજૂઆત બાદ સી. એમ. શ્રી ના આદેશ થી નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા નદીમાં ૨૭  મેં ૨૦૧૯ થી 1500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પરંતુ અત્યાર સુધી ભરૂચ માં  નર્મદા નદીમાં પાણી ન પોહાચતા જાતે નર્મદા નદીનું નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો.

ચોકાવનારી હકીકતો બહાર આવી:

કેટલાક રેતી ખનન કરનારાઓ રેતી ખનન કાયદાના દાયરામાં કરતા નથી 

કેવડીયા સરદાર સરોવર પાસે પાણીને અવરોધતા પાળા

વડોદરા જીલ્લા માં હજી પાળા નર્મદા નદીમાં અવરોધ રૂપ

અશાથી-ભરૂચ સુધીમાં નર્મદા નદીમાં પાળા હજી યથાવત

પાણી અશા સુધી પોચેલ છે, નર્મદા નદી માં અવરોધ રૂપ પાળા હોવાનના કારણે ભરૂચ સુધી પાણી પોહચતા સમય લાગી રહ્યો છે.

શૂકલતીર્થ મુકામે

શુકલતીર્થ મુકામે સાંસદ શ્રી સાથે ભરૂચ ના ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ અને વાઘરા ના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા , ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના પ્રતિનિધિ તથા જન મેદની હાજર રહી હતી.

શુકલતીર્થ ખાતે મુલાકાત બાદ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં પાણી ઓછું થઇ જવાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ હતી.જેની અસર ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લામાં જોવા મળી હતી.વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને આના કારણે અનેક હાડમારી વેઠવી પડતી હતી.નર્મદામાં ભરતીના કારણે છેક ઝઘડીયા સુધી દરિયાનું પાણી આવતા ફલદ્રુપ જમીનો પણ ખારી બની જતી હતી.જે અંગે લોકોની ખુબ રજૂઆતો હતી.તો પ્રજાજનોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણી પહેલા પણ સરકારમાં રજુઆત કરી હતી.ચુંટણી પુરી થયે ભરૂચ અને વાગરાના બંન્નેવ ધારાસભ્યો,પ્રદેશ મહામંત્રી ભરતસિંહ,આર.એસ.એસ. સૌ સાથે મળીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને રજુઆત કરી હતિ.જેને ધ્યાનમાં રાખી ને જે અત્યારસુધી ૬૦૦ ક્યુ.સેક પાણી નર્મદામાં છોડવામાં આવતું હતું તેના બદલે ૧૫૦૦ ક્યુ.સેક પાણી છોડવાનો સરકારે નીર્ણય લીધો છે અને પાણી છોડવાની શરૂઆત કરી હતી.

રેતી ખનન કરનારા ૨૫ – ૩૦ મીટર જેટલા ઊંડા તળાવ નર્મદા નદીના તટમાં બનાવી રહ્યા છે.

રેતી ખનન માટે ભારે મશીનરી નો ઉપયોગ થઇ રહ્યો છે

ઞોડબોલે ઞેટ

સવારે ૯.૦૦ સરદાર સરોવર ગોડબોલે ગેટ થી કાર્યક્રમની શરુઆત થઈ, સરકારી કર્મચારી સાથે વાત ચિત કરી ૧૫૦૦ કયુસેક પાણી ૨૬ તારીખ થી છોડાય છે તે વિષય પર વાત થઇ. સાથે સાથે ત્યાં ને સ્થાનિક લોકો દ્વારા સ્વચ્છતા જાળવવાની રજુઆત કરવામાં આવી હતી

રામપુરા મુકામે

રામપુર મુકામે પોચતાની સાથે જન મેદની દ્વારા નું સ્વાગત કરવામાં આવ્યું અને નર્મદા નદીમાં પાણી છોડવા બદલ અભિવાદન કરવામાં આવ્યું. સાથે સાથે લોકોએ પોતાની રજુઆત અને લોક માંગણી સાંસદ મનસુખ વસાવા સમક્ષ કરી હતી. લોકોએ કરજણ જળાસય યોજના ના પાણી ની માગ કરી કરી. 

પોઈચા

શહેરાવ

અસા-પાણેથા

ઝધડીયા ના નદી પટ

Author : Dr Bhavin Vasava Social Worker Bharush

Photography By: Rakesh Vasava


SHARE WITH LOVE
 • 1.4K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.4K
  Shares

Leave a Reply

Your email address will not be published.