ભરૂચ: મનસુખ વસાવા એ કર્યો ધોબી પછાડ

SHARE WITH LOVE
 • 58
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  58
  Shares

મનસુખ વસાવા એ ૩. ૩૪ લાખની સરસાઈ સાથે ઐતિહાસિક જીત મેળવી: વધુ પડતો  નકારાત્મક પ્રચાર કોગેસ તેમજ બીટીપી નડયો

છોટુભાઈ વસાવા સહિત ૧૫ ઉમેદવારાની ની ડીપોઝીટ ડુલ

ભરૂચ લોકસભા બેઠક માટે છેલ્લી ૧૭ લોકસભાની આઝાદી બાદની ચૂંટણીમાં આ વખતે મતોની સરસાઈમાં ઈતિહાસ સર્જાયો

કોગ્રેસ ના આગેવાનો મત ગણતરીએ પણ હાજર ના રહ્યા, ઉમેદવાર જાતે અડધી મત ગણતરી છોડી જતા રહ્યા હતા. તેમને પોતાની કારમી હાર મત ગણતરીના ટુક સમય માજ દેખાય આવી હતી.

આદિવાસી વિસ્તારોમાં ઉચું મતદાન થયું, આદિવાસી લોકોએ મનસુખભાઈ વસાવા તરફી વધુ મતદાન કર્યું.

ભરૂચ લોકસભા બેઠક પર 5 વર્ષમાં ભાજપના વોટશેરમાં 3.70 ટકાના વધારા સાથે લીડમાં પણ 1.80 લાખનો વધારો થયો છે. 2014માં ભાજપને 51.77 ટકાના વોટ શેર સાથે 1.53 લાખની લીડ મળી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર વધીને 55.47 ટકા થયો છે અને લીડ પણ 3.34 લાખ મત પર પહોંચી હતી. 2019ની ચૂંટણીમાં લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તમામ સાત વિધાનસભામાંથી ભાજપને સરેરાશ 25,000 મતની સરસાઇ પ્રાપ્ત થઇ છે. ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 30 વર્ષથી ભાજપનો કબજો છે. દર લોકસભાની ચૂંટણીમાં ભાજપના વોટશેરમાં વધારો થઇ રહયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપનો વોટશેર 3.70 ટકા વધ્યો છે. 2014ની ચૂંટણીમાં 10.60 લાખમાંથી 51.77 ટકા મતદારોએ જયારે 2019માં 11.50 લાખમાંથી 55.47 ટકા મતદારોએ ભાજપના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઉતાર્યો છે. ગત ચૂંટણીમાં ભાજપની લીડ 1.53 લાખની હતી જે આ ચૂંટણીમાં વધીને 3.34 લાખ પર પહોંચી છે. આમ વોટશેરની સાથે ભાજપની લીડ પણ વધી છે. 2019ની લોકસભાની ચુંટણીમાં તમામ સાત વિધાનસભા મત વિસ્તારમાંથી ભાજપને સરેરાશ 25,000 કરતાં વધારેની લીડ પ્રાપ્ત થઇ છે. જયારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના વોટશેરમાં 5 વર્ષમાં 10.92 ટકાનો ઘટાડો થયો છે.

ઝઘડીયા- દેડીયાપાડામાં 3.62 લાખમાંથી ભાજપને 1.58 લાખ મત પ્રાપ્ત થયાં

O.S.N.CandidatePartyEVM VotesPostal VotesTotal Votes% of Votes
1Mansukhbhai Dhanjibhai VasavaBharatiya Janata Party635374242163779555.47
2Vasava Rajeshbhai ChimanbhaiBahujan Samaj Party62241162350.54
3Sherkhan Abdulsakur PathanIndian National Congress30289069130358126.4
4Chhotubhai Amarsinh VasavaBhartiya Tribal Party14309399014408312.53
5Pathan Salimkhan SadikkhanSanyukt Vikas Party2133221350.19
6Vashi Narendrasinh RandhirsinhYuva Jan Jagriti Party80808080.07
7Sabbirbhai Musabhai PatelApna Desh Party82608260.07
8Sukhdev Bhikhabhai VasavaBahujan Mukti Party1218312210.11
9Ashokchandra Bhikhubhai ParmarIndependent2845628510.25
10Jitendra Parmar (Jitu Chowkidar)Independent1323413270.12
11Patel Imran UmarjibhaiIndependent1510015100.13
12Mukhtiyar Abdulrahim Shaikh (BansiMama)Independent2067020670.18
13Vasava Navinbhai HimmatbhaiIndependent8148781550.71
14Vikramsinh Dalsukhbhai GohilIndependent3831238330.33
15Sapa Rafikbhai SulemanbhaiIndependent3829038290.33
16Sindha Kiritsinh Alias Jalamsinh NathubavaIndependent151100151101.31
17Solanki Rajeshbhai LallubhaiIndependent8037180380.7
18NOTANone of the Above62447763210.55
Total 114551042151149725
sandesh 25/05/2019


SHARE WITH LOVE
 • 58
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  58
  Shares

Leave a Reply

Your email address will not be published.