ભરૂચ: મનસુખ વસાવા એ શકુર પઠાણ ને કીધો આદિવાસીના હત્યારા …

SHARE WITH LOVE
 • 216
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  216
  Shares

મનસુખભાઈ  વસાવા એ ડેડીયાપાડા મત વિસ્તાર ના પોતાના લોકસભા ચુંટણી પ્રવાસ દરમીયા લોકોને જણાવતા કહ્યું હતું કે “સકુર પઠાણ આદિવાસી ના હત્યારા છે, એમને અમરસિંગ કોટેસિગ ના હત્યારા છે, આ લોકો આદિવાસીના હત્યારા છે

ભરૂચ સાંસદ અને ભાજપનાં ઉમેદવાર મનસુખ વસાવા આજે ડેડીયાપાડાના સાબુટી ગામે યોજાયેલપોતાની પ્રચાર સભા દરમ્યાન કોંગ્રેસી આગેવાન અને પૂર્વ ક્રીકેટર નવજોત સિધ્ધુ અને  ભરુચ કોંગ્રેસ ઉમેદવાર શેરખાનનાં પિતા શકુર પઠાણને હત્યારા ગણાવી દીધા.

કોગ્રેસ ના ઉમેદવાર શેરખાન પઠાણ એ સકુર પઠાણ નો પુત્ર છે, આવા ઉમેદવાર ને કયી રીતે સ્વીકારાય? કોગ્રેસે કોય ઉમેદવાર ન મળતા કોથળામાંથી શેરખાન નામનું બલાડું કાઢ્યું છે.

કોગ્રેસ ની રેલીયોમાં ડુક્કર અને કુતરાના માસનો ઉપયોગ કરાય છે, અને કેમિકલ વાળા દારૂ નો ઉપયોગ કરવામાં આવે છે… આવા દારૂ અને બિરિયાની થી દુર રેહજો.

નવજ્યોતશિહ સીધ્ધું એ પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાનખાન નો દોસ્તાર છે એવા લોકો સકુર પઠાણ ના છોકરા શેરખાન માટે દોડી રહ્યો છે.

આદિવાસી લોકોને ને જણાવતા કહ્યું હતું કે આદિવાસી સમાજ ના લોકોની હત્યા કરનારા લોકોને ઉચકી ને ન ચાલવા,

આમ મનસુખભાઈ વસાવા એ પોતાના ભાસણ દરમિયાન આકરા પ્રહારો કર્યા હતા..

મનસુખભાઇએ પોતાના હરીફ કોંગ્રેસી ઉમેદવાર શેરખાન પઠાણનાં પિતાને કોંગ્રેસનાં આદીવાસી નેતા અમરસિંહ કોટેસિંહ વસાવાનાં હત્યારા ગણાવી દીધા.અને કહ્યુ કે,તે વખતે એક આદીવાસીની હત્યા કરી અને કાલ ઉઠીને બીજા આદીવાસીની હત્યા કરશે. કોંગ્રેસીઓ આવા આદીવાસીની હત્યા કરનારનાં પુત્રને ખભે બેસાડીને ફરે છે.કોંગ્રેસીઓ હવે લોકોને કુતરાનાં માંસવાળી બીરયાની ખવડાવે છે અને કેમીકલવાળો દારૂ પીવડાવે છે.

ઇમરાનખાનનો મીત્ર હોવાનાં કારણે આવતીકાલે શેરખાન પઠાણનાં પ્રચારમાં આવે છે. તો  મિડીયા સાથેની વાતચીતમાં નવજોત સિધ્ધુ અંગે જણાવ્યુ હતુ કે ઇમરાન અને સિધ્ધુ બંને દેશને વેચી દે તેવા છે.અને નવજોત સિધ્ધુ સનકી દીમાગનો છે અને તે કોંગ્રેસમાં પણ ટકે તેવો નથી.


SHARE WITH LOVE
 • 216
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  216
  Shares

Leave a Reply

Your email address will not be published.