ભરૂચ: મનસુખ વસાવા ની આદિવાસી નેતાઓની હાજરીમાં જંગી સભા દેડિયાપાડા અને નેત્રંગ મુકામે યોજાઈ

SHARE WITH LOVE
 • 293
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  293
  Shares

ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપના મોટા નેતાઓ દ્વારા સભાઓ યોજી  મતદારો સુધી પોચવાનો પ્રયાસો થઈ રહ્યા છે.

તેવા સંજોગોમાં નેત્રંગ ગામે ગણપતસિંહ વસાવા Ganptsinh Vasava, મનસુખ વસાવા Mansukh Vasava અને મોતીશીહ વસાવા Motisinh Vasava ની અધ્યક્ષતામાં મળેલ સભામાં ભરૂચ જિલ્લાના નેત્રંગ ડેડીયાપાડા ઝઘડિયા વાલિયા સાગબારા  વિસ્તારના ઘણા લોકો  મનસુખભાઈ સાથે જોડાયા હતા.

મનસુખ વસાવા પોતાની નિષ્પક્ષ નીડર અને લોકહિતની છબીના કારણે આદિવાસી ગરીબો  ખેડૂતો સહિતના ભરૂચ મતવિસ્તારના તમામ પ્રજાના હૃદયમાં વસી ગયા છે, અને લોકો તેમને માને છે તેથી અહીં ના સ્થાનીક લોકો અને આદિવાસીઓ જણાવ્યું હતો કે અમે મનસુખભાઈ ને તન-મન-ધનથી સમર્થન કરીએ છે અને અમે એમને જંગી બહુમતી થી જીતાડી શુજ.

ભરૂચ લોકસભા ના ઉમેદવાર મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લામાં ત્રીપાખીયા જંગ લઢી રહ્યા છે. આ વખતે આદિવાસી અને સ્થાનિક લોકો દ્વારા મનસુખ વસાવા સાથે જોડાવા અને સમર્થન આપતા અચાનક રાજકીય સમીકરણો બદલાયા છે.

અહીંના આદિવાસી સંગઠનો આદિવાસીઓના હકો, રોજગારી, વિકાસ માટે લડત ચલાવે છે. આજરોજ નેત્રંગ તાલુકાના ભાજપની જાહેર સભામાં ગણપતસિંહ વસાવા, મનસુખભાઈ વસાવા મોતીસિંહ વસાવા અને ઘણા આદિવાસી આગેવાનો હાજર હતા.

આ બધા આદિવાસી આગેવાનોની હાજરીમાં ઘણા આદિવાસી યુવાઓ, બેહનો અને સ્થાનિક લોકો, મનસુખભાઈ ના આદિવાસી લોકો અને સ્થાનિક લોકોની લડત લડવાના કારણે તેમની સાથે જોડાઈ ગયા છે. કોંગ્રેસ છોડીને ઘણા લોકો ભાજપમાં જોડાયા.જેનાથી ભાજપના કાર્યકરોને નવું જોમ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે મનસુખભાઈ ભોળા અને લોકોના દુઃખદર્દને સમજવાળા નિસ્વાર્થ વ્યક્તિ છે, એમને સર્વ લોકોએ સમર્થન કરવું જોઈએ. તેમને વધુમાં જણાવ્યું હતું કે,કોંગ્રેસે ભરૂચના લોકોને માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે .

તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કૌભાંડોમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે તેઓ હાલ કોર્ટના જામીન પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

મનસુખ વસાવા એ એમના સંબોધન માં જણાવ્યું હતું કે આજે કોંગ્રેસ પાસે કોઈ પણ પ્રબળ ઉમેદવાર કે દાવેદાર નથી તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને અત્યારે જયારે તે પ્રધાન મંત્રી છે ત્યારે પણ તે સૌથી વધુ વખત ભરૂચની મુલાકાત લઇ ભરૂચ જિલ્લામાં રોજગારી, શિક્ષણ, આરોગ્ય, માર્ગો વીજળી-પાણી જેવી મહત્વની બાબતો પર ભાર મૂકી લોકોને વિકાસ સાથે જોડ્યા છે.


SHARE WITH LOVE
 • 293
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  293
  Shares

Leave a Reply

Your email address will not be published.