ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાને ફેંકયો પડકાર, જાણો શું છે મામલો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વાલીયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાની કેટલીક મહિલાઓ માર મારતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ હવે ભાજપ અને બીટીપી આમને સામને આવી ગયાં છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાને ખુલ્લો પડકાર ફેંકયો છે.

આપના સ્ક્રીન પર દેખાઇ રહેલો વીડીયો જુઓ, કેટલાક લોકો હીંચકા પર બેઠા છે અને તે સમયે મહિલાઓનું ટોળુ આવી તેમની સાથે મારપીટ કરી રહી છે. હવે તમને જણાવીએ કે હીંચકા પર બેઠેલા અને ચેકસ શર્ટવાળા વ્યકતિનું નામ છે સેવંતુ વસાવા અને તેઓ વાલીયા તાલુકા ભાજપના પ્રમુખ છે. આ વીડીયો ભમાડીયા ગામનો હોવાનું કહેવાય છે. ભમાડીયા ગામની ગ્રામ પંચાયત ભારતીય ટ્રાયબલ પાર્ટી સમર્પિત છે અને ભાજપના તાલુકા પ્રમુખ વિકાસ કામોમાં રોડા નાંખતા હોવાનો મહિલાઓનો આક્ષેપ છે. સમગ્ર ઘટના અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાય છે.

હવે આ બીજી વીડીયો જુઓ. તેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાને પડકાર ફેંકી રહયાં છે. વાલીયાના ભાથુજી મહારાજના મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં તેમણે ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા પર થયેલાં હુમલાની ઘટનાને વખોડી નાંખી આકારા તેવર બતાવ્યાં છે. તેમણે છોટુભાઇ વસાવાને સામસામે લોક દરબાર કરવાનો પડકાર ફેકવાની સાથે ભાજપના આગેવાન કે કાર્યકરને હેરાન કરવામાં આવશે તો પરિણામ સારૂ નહિ આવે તેવી ચીમકી પણ આપી છે.

હવે તમને જણાવી દઇએ એ કે આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ માટે ભાજપ અને બીટીપી વચ્ચે જંગ ચાલી રહયો છે. સેવંતુ વસાવા પરના હુમલા બાદ ભાજપ તથા બીટીપી વચ્ચેનો જંગ રસપ્રદ બની ગયો છે ત્યારે આગામી દિવસોમાં તેના કેવા રાજકીય પરિણામો આવે છે તે જોવું રહયું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •