ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચતા BTP નાં છોટુ વસાવાનો કટાક્ષ, કહ્યું બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય, છોટુ વસાવા…

SHARE WITH LOVE
 • 204
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  204
  Shares

ગતરોજ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષમાંથી રાજીનામુ આપ્યાની વાતો વહેતી કરતા ભરૂચ, નર્મદાનું રાજકારણ ગરમાયુ હતું. આદિવાસી વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન સહિતના મુદ્દે નારાજ સાંસદ મનસુખભાઇએ અચાનક જ રાજીનામું ધરી દઈ સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી..!!

બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ નાદુરસ્ત તબિયત હોવાના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું, રાજીનામાનાં 24 કલાક પહેલાં જ આજે સાંસદ મનસુખ વસાવાને ભાજપ મનાવવામાં સફળ રહ્યું હતું અને તેઓએ આજે સવારે પોતે રાજીનામુ પરત ખેંચ્યું હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચવાની જાહેરાત કરતા બીટીપીનાં અધ્યક્ષ છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરી કટાક્ષ માર્યો હતો અને લખ્યું હતું કે બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય, આમ બંને આદિવાસી નેતાઓ સોશિયલ મીડિયા મારફતે આડકતરી રીતે છવાયેલા છેલ્લા 24 કલાકમાં જોવા મળ્યા હતા..!!

source


SHARE WITH LOVE
 • 204
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  204
  Shares