ભરૂચ: નર્મદા જિલ્લામાં 314 ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર

SHARE WITH LOVE
 • 116
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  116
  Shares

નર્મદા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના દિવસે જ કેટલાક ગામોના લોકોએ પોતાની માંગ ન સ્વીકારનાર સરકાર સામે બાંયો ચઢાવી હતી જેમાં ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામતા તંત્ર હરકતમાં આવ્યું હતું સાથે રાજપીપળા કલેક્ટર કચેરી બહાર 314 જેટલા ગામના લોકો આગેવાનો સાથે ધરણા પર બેસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું.છેલ્લા છ મહિના થી નર્મદા જિલ્લાના 314 ગામના લોકો અલગ ગ્રામપંચાયતનો દરજ્જો મેળવવા રજુઆત કરતા આવ્યા હતા છતાં આ ગામોના આગેવાનોની વાત ઉપર સરકારે કોઈ ધ્યાન ન આપતા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરી આ તમામ ગામોના આગેવાનો રાજપીપળા કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી સુત્રોચાર કર્યા હતા.આ બાબતે આમુ સંઘટન નર્મદાના પ્રમુખ મહેશભાઈ એસ વસાવા એ સરકાર પર રોષ ઠાલવતા જણાવ્યું કે,ભારતના બંધારણમાં કોઈ જગ્યા એ ગ્રુપ ગ્રામ પંચાયતની જોગવાઈ નથી છતાં સરકાર અન્યાય કરી રહી છે વાત કરીએ નાંદોદ તાલુકાના માંગુ ગામની તો ત્યાં માત્ર 200 લોકોની વસ્તી હશે તેને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો અપાયો છે તેમજ નજીકમાં જ અડધો કિમિના અંતરે આવેલા ગમોડને પણ આ લાભ મળ્યો છે જયારે અન્ય ગામોને બે કિમિ ના અંતર માં અલગ ગ્રામપંચાયત ન મળે તેવો કાયદો સરકાર બતાવી અન્યાય કેમ કરે છે…? ખોટા કાયદા બતાવી સરકાર ભારતના બંધારણ અને પંચાયત ધારાનું અપમાન કરી ગુજરાત સરકાર ખોટા પરિપત્ર બનાવી અલગ ગ્રામપંચાયત આપતા નથી માટે આજે લોકસભા ચૂંટણીના દિવસે જ નર્મદા જિલ્લાના 314 ગામોના આગેવાનો કલેક્ટર કચેરી બહાર ધરણા સાથે વિરોધ કરી આજની આ ચૂંટણીનો અમે બહિષ્કાર કર્યો છે સાથે આ તમામ ગામોમાં અન્ય ગ્રામજનો પણ બહિષ્કારમાં જોડાયા છે કોઈએ મતદાન કર્યું નથી .


SHARE WITH LOVE
 • 116
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  116
  Shares

Leave a Reply

Your email address will not be published.