ભરૂચ: પ્રભારી પ્રદિપસિંહ જાડેજાએ લીધી ચાંચવેલ ગામની મુલાકાત,સાંભળ્યા પ્રજાના પ્રશ્નો

SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares

 • ૧૦ કલાક વિજળી મળે તેવી રજૂઆત હતી જેની મુખ્યમંત્રીએ મંજુરી આપી
 • નદીમાં જો કોઇ ગેરકાયદેસર પાળા બનાવવાની પ્રવૃત્તિ કરશે તો તેના ઉપર ચોક્કસ રોકટોક લાવવામાં આવશે:પ્રદિપસિંહ જાડેજા
 • નર્મદા નદીમાં પણ નર્મદા કેનાલના માધ્યમથી પાણી આવે તો જે નર્મદાનો સુકો ભટ બનેલો પટ્ટ ના રહી પાણીથી ભરાય
 • ભરૂચ-અંકલેશ્વરના મોટા વિસ્તારમાં પણ તેમના પીવાના પાણી માટે અલગ વ્યવસ્થા થાય એ દિશામાં પણ જરૂરી સુચનાઓ આપી

માનનીય મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ મંત્રીઓને જે તે જિલ્લાઓમાં જઈ પાણીની સમસ્યા માટે આગેવાનો સાથે, વહીવટી તંત્ર સાથે અને જે જે જિલ્લામાં પાણીની સમસ્યા હોય તે જિલ્લાના ગામે જઈ આ સમસ્યામાં મદદરૂપ થવા માટેના ભાગ સ્વરૂપે ગઈ વખતે ભરૂચ જિલ્લામાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાણીની સમસ્યા અંગે ભરૂચ જિલ્લાના ચકલાદ ગામે જે મુલાકાત લીધી હતી તે મુલાકાતના ફોલોઅપમાં આજે વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ધારાસભ્ય અરૂણસિંહ રણા સાથે સ્થળ ઉપર જઈ તેમના જે પ્રશ્નો છે તે જાણી અને આ જિલ્લાના પાણીના પ્રશ્નો અંગેની ચર્ચા કરીશું અને આવશ્યકતા હશે તે માટે જરૂરી પગલા લેવામાં આવશે. ગત વખતે અમારી સમક્ષ ૧૦ કલાક વિજળી મળે તેવી રજૂઆત હતી જેની મુખ્યમંત્રીએ મંજુરી આપતા જયાં શોર્સ ઉપલબ્ધ છે ત્યાં પાણીનો પ્રશ્ન હળવો બનાવી શકાશે. આ ઉપરાંત ભાડભૂત વીયર કમ કોઝ વે બનતા પહેલા નદીમાં એક પાળો બનાવાય જેથી દરિયાનું પાણી નદીના મીઠા પાણીમાં ભળતું અટકાવી શકાય.આ ઉપરાંત નેત્રંગની બાજુમાં આવેલા ડેમમાંથી પણ ત્યાંના ખેડૂતોને પાણી મળે એવી પણ રજૂઆત કરાઇ હતી. આ તમામ મુદ્દાઓ ઉપરાંત આગામી દિવસોમાં ભરૂચના ઝાડેશ્વર અને અંકલેશ્વર કે જ્યાં સોસાયટીઓનો મોટો વિસ્તાર છે. આ મોટા વિસ્તારમાં પણ તેમના પીવાના પાણી માટે અલગ વ્યવસ્થા થાય એ દિશામાં પણ જરૂરી સુચનાઓ આપી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે પ્રયાસ કર્યો છે.

ઉકાઇ જમણાં કાઠાંની કેનાલ માંથી જે અંકલેશ્વરને પાણી મળે છે તે બંધ થવાનું છે. જો તેના સમયમાં ૧૦મી જૂન સુધી વધારો કરાય તો અંકલેશ્વરને પુરૂ પાણી મળી શકે, એજ પ્રમાણે ધારાસભ્યો સહિત પ્રજાની લાગણીના કારણે નર્મદા નદીમાં પણ નર્મદા કેનાલના માધ્યમથી પાણી આવે તો જે નર્મદાનો સુકો ભટ બનેલો પટ્ટ ના રહી પાણીથી ભરાય તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને તેમણે હકારાત્મક નિર્ણયની ખાતરી પણ આપી છે.

ખાતર કૌભાંડ અંગે તેમણે જણાવ્યું કે મુખ્ય મંત્રીએ આ  અંગે કડક કાર્યવાહી થશે ની ખાતરી આપી છે.

નર્મદામાં પાળા મુદ્દે પુછતા તેમણે જિલ્લા કલેકટર સહિતના ને જરૂરી સુચનો આપ્યા છે. આ મુજબ કોઇ ગેરકાયદેસર પાળા બનાવવાની પ્રવૃત્તિ કરશે તો તેના ઉપર ચોક્કસ રોકટોક લાવવામાં આવશેનું જણાવ્યું હતું.


SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares

Leave a Reply

Your email address will not be published.