ભરૂચ: સાંસદ મનસુખ વસાવાનો સરકારી તંત્રને વધુ એક પત્ર કેમ લખ્યો?

SHARE WITH LOVE
 • 74
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  74
  Shares

આખા બોલા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ભૂતકાળમાં સ્થાનિક પ્રશ્નો મુદ્દે ઘણી વાર પોતાની જ સરકારમાં પ્રશ્ન લખી પોતાની નારાજગી વ્યક્ત કરી જ છે. લોકસભા ચૂંટણી બાદ મનસુખ વસાવાએ વધુ એક વાર નર્મદા જિલ્લા વહીવટી તંત્રને એક પત્ર લખી રજુઆત કરી છે.

ડેડીયાપાડાના બોગજ ગામના BTP આગેવાન ચૈતર વસાવાની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી અપાયો છે. એ મામલે મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરને એક પત્ર લખ્યો છે.એમાં જણાવ્યું છે કે ચૈતર વસાવા એવું સમજે છે કે એમની પાસા હેઠળ અટકાયત મનસુખ વસાવા અને ભાજપના કહેવાથી કરાઈ છે. પણ તમે એમને એ હકીકતથી તમે વાકેફ કરો કે ભૂતકાળમાં GEB કર્મચારી પર કુહાડી વડે હુમલા તથા ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલા કર્યો હતો. આ સિવાય અનેક તોફાનોના કારણે એમની પાસા હેઠળ અટકાયત કરાઈ છે.

ચૈતર વસાવાને પાસા થયા એમા મારો કોઈ જ હાથ નથી.છતાં ચૈતર વસાવા એમનું પરિવાર અને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા તથા BTP આગેવાનો બદ ઈરાદાથી મારી રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચાડવા સોશિયલ મીડિયામાં મને અને મારા પરિવારને બદનામ કરે છે.નાસીપાસ થયેલા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ આ બધું થઈ રહ્યું છે. મારે નર્મદા જિલ્લા વહીવટીતંત્રને એમ જણાવવું છે કે ચૈતર વસાવાને આ બાબતે માહિતગાર કરો,સરકારી તંત્રના મૌનને લીધે અમારે ઘણું સહન કરવું પડે છે.


SHARE WITH LOVE
 • 74
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  74
  Shares

Leave a Reply

Your email address will not be published.