ભરૂચ: રાજપારડી માં ચાલતા પ્લાન્ટો પર GPCB ની રહેમ નજર

SHARE WITH LOVE
 • 264
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  264
  Shares

ભરૂચ જીલ્લા ના ઝગડિયા તાલુકામાં આવેલ રાજપારડી પંથક માં ચાલતા સિલિકા વોશિંગ પ્લાન્ટ, પત્થર ની ક્રસરો અને ખદાનો પર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ- GPCB અંકલેશ્વર અને ભરૂચ ની રહેમ નજર છે.

ઝગડિયા તાલુકાના રાજપારડી થી નેત્રંગ રોડ પર અંદાજીત ૪૦ જેટલા સ્ટોન ક્રસર હાલમાં ચાલુ છે. રાજપારડી વિસ્તાર માં ઘણા સિલિકા વોશિંગ પ્લાન્ટ પણ આવેલ છે. આ દરેક સ્ટોન ક્રસરો અને સિલિકા વોશિંગ પ્લાન્ટ ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ (GPCB) ના નિયમોને નેવે મૂકીને અને GPCB ના અધિકારીયોની નજર સામે એર પોલ્યુસન (હવાનું પ્રદુસણ ), નોઈઝ પોલ્યુસન (અવાજનું પ્રદુસણ), લેન્ડ પોલ્યુસન (જમીન નું પ્રદુસણ) બે રોકટોક ફેલાવી સ્થાનિક લોકો તથા ગરીબ – અભણ આદીવાસીયોના જીવનને અને ખેતીને બદતર બનાવી અનેક રોગોના ભરડામાં હોમેલ છે. જેમાં સીલીકોટ્યુબરક્યુંલોસીસ, ફેફસાના રોગો, ચામડીના રોગો, માથાનો દુખાવો, આંખોના રોગો અને સીલીકોસિસ જેવી અસાધ્ય રોગો પણ લોકોને લાગુ પડે તેમ છે.

કોય પણ સ્ટોન ક્રસર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ પાસે ડસ્ટ કલેકટર કે વોટર સ્પ્રીંકલર ની સીસ્ટમ નથી, જી.આઈ. શીટસ અને એમ. એસ. સીટ કવર નો ઉપયોગ કન્વેયર બેલ્ટ અને પ્લાન માં થતો નથી, પર્યાવરણ અને આજુબાજુ ની જમીન ને નુકસાની થી બચાવવા માટે મોટા ભાગની સ્ટોન ક્રસર ની ચારો બાજુ  કોય પણ પ્રકાર નું સુરક્ષા માટે દીવાલ કે કપડું લગાડેલ નથી, તથા પુરતા વૃક્ષો પણ ઉછેરાતા નથી. દિવસના સમયે ક્રસર ના આજુ બાજુના વિસ્તારમાં  વિસીબીલીટી ૫0 મીટર  થી પણ ઘટી જાય તેવી હાલતમાં હોય છે. જેથી તેમાં કામ કરતા આદિવાસી  મજુરો, રાહદારીઓ તથા આજુ બાજુના ગામના નાના – બાળકો થી વૃધ્ધ સુધી દરેક લોકો આ પ્રદુસણ નો ભોગ બને છે. #NoHopemodiji

આ સ્ટોન ક્રસર ની આજુ – બાજુની ખેતી લાયક જમીન પણ બિન-ઉપજાવ થઈ  જવા પામી છે તેથી ગરીબ લોકોની જીવન દોરી પણ છીનવાય જવા પામી છે અને તેનાથી આજુબાજુના પીવાના પાણીના સ્ત્રોત પણ પ્રદુસિત થય ગયા છે.. #NoHopemodiji

આ બધા પ્રશ્નોના કારણે સ્થાનિક લોકોમાં રોસ જોવા મળી રહ્યો છે. આગળ જતા મોટા આંદોલનો થવાની શક્યતા વર્તાય રહી છે.

#mansukhvasava #chhotuvasava #mansukhbhaivasava #chhotubhaivasava #bjp #btp #jhagadia #bharuch


SHARE WITH LOVE
 • 264
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  264
  Shares

Leave a Reply

Your email address will not be published.