Bharuch: CAAના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા સહીત આખુ ભરૂચ ઉમટ્યું

SHARE WITH LOVE
 • 40
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  40
  Shares

સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન બિલને લઈને ભારે વિરોધ પ્રદર્શન થતા ભાજપે પણ તેનો જવાબ આપવા કમર કસી છે. આ માટે ગુજરાત ભાજપ પણ  સક્રિય થયું છે. નાગરિકતા બિલ પર ઉઠેલા સવાલોના જંવાબ આપવા ભાજપે આજે સમગ્ર ગુજરાતમાં રેલીઓનુઈ આયોજન કર્યું છે.

યોજાયેલ નાગરિકતા સંશોધન બિલને સમર્થન આપતી રેલીમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ભૂતપૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, રાજ્યના મંત્રી ઇશ્વરભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશભાઇ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશભાઇ મિસ્ત્રી, ભુપેન્દ્રસિંહ રાઠોડ, વાગરા વિધાનસભા નાં ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ નાં ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, માજી ધારાસભ્ય રમેશભાઇ મિસ્ત્રી, છત્રસિંહ મોરી, બિપીનભાઇ શાહ, કિરણભાઇ મકવાણા તેમજ જિલ્લા નાં આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉપસ્થિત

Image may contain: 11 people, crowd and outdoor

રાજ્યના વિવિધ શહેરોમાં મંત્રીઓ તેમજ હોદ્દેદારો આ રેલીઓને પ્રસ્થાન કરાવ્યું હતું.ગુજરાતના મોટા શહેરો અને જિલ્લા મથકોએ આયોજિત થનાર આ રેલીમાં શહેરના પ્રબુદ્ધ નાગરીકો, નિવૃત અધિકારીઓ, રાજકીય આગેવાનો જોડાયા તેમજ ભરૂચ ભાજપ સૂત્રોએ જણાવ્યું હતું. 

Image may contain: 12 people, people smiling, people sitting

કોંગ્રેસે પણ CAAના વિરોધ માટે કમર કસી 

રાજ્યમાં એનઆરસી-સીએએનો વિરોધ વંટોળ શરૂ થયો છે. ભાજપે આ વિરોધ ખાળવા સમગ્ર રાજ્યમાં જનજાગરણ અભિયાન શરૂ કરી રહી છે ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને સૂચના આપી છે કે,એનઆરસી-સીએએના કાયદાની સાચી સમજ લોકો સુધી પહોંચાડવામાં આવે. સૂત્રોના મતે, ટૂંકમાં જ પ્રદેશ કક્ષાના નેતાઓની એક બેઠક મળશે તેમાં આગામી દિવસોમાં એનઆરસી-સીએએના મુદ્દે રણનીતિ ઘડવામાં આવશે. કોંગ્રેસે એનએસયુઆઇને મેદાને ઉતારવા તૈયારી કરી છે કેમકે, સૌથી વધુ આ મામલે વિદ્યાર્થીઓ મેદાને છે.


SHARE WITH LOVE
 • 40
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  40
  Shares