ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓની રાજરમત અને સરકાર ના આશીર્વાદ.?

SHARE WITH LOVE
 • 590
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  590
  Shares

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આદિવાસી ની જમીનો માં બેફામ બનેલા ખનીજ માફિયાઓની રાજરમત અને સરકાર ના આશીર્વાદ. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા ના ભીમપોર, આમોદ, પડલ, દમાલય વગેરે ગામોમાં માં ઘણી લીસો ગેરકાયદેસર રીતે ખોટા કાગળિયા ના આધાર ઉપર ચાલુ છે એવું જાણવા મળ્યું છે, વધુમાં આવા ગેરકાયદેસરના ધંધામાં સરકારના જ કેટલાક આગેવાનો નું પીઠ બળ  હોવાની બુમો પડી રહી છે. ઝઘડિયા તાલુકામાં ખાસ કરીને રાજપારડી ની નજીકમાં આવેલા ભીમપોર ગામ અને બીજા ઘણા બધા ગામો જે કહેવાય છે કે ત્યાં સિલિકા સેન્ડ, રીતી, અને પથ્થરની ઘણી  બધી માઈન્સ આવેલી છે અને આ બધી માઈન્સ સોનાની ખાણ સમી ટંકશાળ પુરવાર થઈ રહી છે જેમાં ભરૂચ જિલ્લામાંથી બે ફાર્મ ખનીજની ચોરી ડામવામાં ભૂસ્તર વિભાગની કામગીરી ને મુલાવવી હાલ મુશ્કેલ જણાઇ રહ્યું છે.

જેમાં ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા આવા તત્વોને છાવરવાની ઘટના ઓ બને છે. તો ક્યાંક ઝઘડિયા તાલુકામાં આવા તત્વોને દબાવાની  દિશામાં ભૂસ્તર વિભાગની હાલત બાપરા  બિચારા જેવી જોવા મળી રહી તેવો ઘટ સ્ફોટ થઈ રહ્યો છે.

આ એક એવો વ્યવસાય છે જેમાં આદિવાસી લોકોની અને આદિવાસી વિસ્તાર ની જમીનો અને ખેતીની જમીનમાંથી ખનીજો ઉલેચવાની કાળી મજૂરી કરતો કામદાર ફક્ત પોતાનું પેટીયું રળવા પુરતું વળતર પણ પામી રહ્યો નથી. તેમની જીવાદોરી એવી જમીન જે ખેતીની છે એમાંથી પણ આવા ખનીજ માફિયા ખોટા દસ્તાવેજો ના આધાર ઉપર અને સરકાર ના આશીર્વાદથી આદિવાસી લોકોનું જીવન બત્તર થી બરબાદ કરી રહ્યા છે.

આદિવાસી લોકો પોતાની આગળ પોતાની જમીનો ને બીજા લોકો દ્વારા થતી લુટ ને જોય રહ્યા છે અને આ ખનીજ માફિયા મતલબ કમાણી કરી રહ્યા છે.

પછી ખાનગી લીસ હોલ્ડર કે ટ્રાન્સપોર્ટ હોય કે પછી કેટલાક સરકારી તંત્રના ભ્રષ્ટ કર્મચારીઓ હોય, છેવાડાનો ગ્રાહક કન્યાની કેડે ભાર ની જેમ આ તમામ પાપ નો  ભોગ બને છે જે જોવા જઈએ તો લીઝધારક મોઘી ખનીજો જેને અમુક ટ્રાન્સપોર્ટર ઓવરલોડ ભરી લઈ જાય જેના કારણે સંલગ્ન વિભાગના કેટલાક કર્મચારી કે અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી નહીં કરવાના અવેજમાં ઉપરની કમાણી કરી જવા દેવાય છે, જેથી આ ખનિજોની ઉપયોગ કરનારા બિલ્ડરો અને કંપની વાળા લોકો ને ખનીજો મોગી મળતા મકાન બનાવવાનો ખર્ચ દોડો કે બમણો થતાં પોતાના ઘરના ઘરનું સપનું જોતા સામાન્ય માણસ એ મોઘી  કિંમતે ઘર ખરીદવા નો વારો આવે છે

રાજ્ય સરકાર દ્વારા પેસા એક્ટના અમલ વારી ની  વાતો ફક્ત બણગાં સાબિત થઇ રહી છે જેમાં મોટે ભાગે ભરૂચ જિલ્લામાં આ ધંધામાં આદિવાસી અને સ્થાનિકોના બદલે અન્ય વર્ગો આ વ્યવસાયમાં કૂદી પડ્યા છે

આ બાબતે છેવાડાના માનવી ની સંવેદના દાખવનાર સંવેદનશીલ સરકાર ના પ્રણેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કડક હાથે કાર્યવાહી કરી વિવિધ વિભાગના ચુનંદા ઈમાનદાર અધિકારીઓની ટીમ બનાવી તપાસ કરાવાય અને રાજ્યના લાંચરૂશ્વત વિરોધી વિભાગ દ્વારા સર્વે કર કરવામાં આવે તો ઘણાં કરોડોપતિ રોડપતિ બની જાય તેમ છે. સી.એમ.ઓં ઓંફીસ માં બેઠેલા અગ્ર સચિવો અને ઉદ્યોગ અને ખાણ ખનીજ ના અગ્ર સચીવોથીજ સરુઆત કરી સકાય. #IndiaSupportsCAA

#mansukhvasava #chhotuvasava #mansukhbhaivasava #chhotubhaivasava #bjp #btp #jhagadia #bharuch

 
My Adivasi group
જાહેર સમૂહ · 289 સભ્યો
સમૂહમાં જોડાઓ
we are people to help each other
 

SHARE WITH LOVE
 • 590
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  590
  Shares

Leave a Reply

Your email address will not be published.